ચૈત્ર માસ માં ઉત્તરવાહિની માં નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો વિશેષ મહિમા હોય આ વર્ષે એક મહિનામાં આ પરિક્રમામાં 10 લાખ થી વધુ પરિક્રમા વાસીઓ એ પરિક્રમા કરી હતી ત્યારે હવે બીજી પંચકોશી પરિક્રમા વૈશાખ સુદ એકાદશી એ શરૂ થનાર છે.જેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે.
તા.01 મેં 2023 થી નર્મદા કિનારે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર, વાંસલાથી પ્રારંભ થાય છે
વાંસલાથી સીધા માંગરોલ ગામે માંગરોલ યુવક મંડળ દ્વારા ભંડારાનુ આયોજન, બપોરે વિસામો સાંજે નાની-મોટી પનોતી સિતારામ મહારાજ તરફથી ભંડારો, રાત્રી રોકાણ, બીજા દિવસે 2 જી તારીખે સવારે નિકળીને ત્યાં સુધી પોઇચા ચોકડી પર હિતેશભાઈ પટેલ ગ્રુપ તરફથી ભંડારો રાત્રી રોકાણ તથા ભંડારો કુબેર ભંડારી મુકામે. 3જી મેં ના રોજ કુબેર ભંડારીથી બંજેઠા યુવક મંડળ દ્વારા ભંડારો. તિલકવાડા રાત્રી રોકાણ, તિલકવાડા યુવક મંડળ. 4થી મેં ના રોજ સુલપાણેશ્વર મંદિર રાત્રી રોકાણ. રોશનભાઇ પટેલ તરફથી ભંડારો. અને પાંચમી તારીખે પૂર્ણાહુતી સવારે 12 કલાકે સૂર્યમુખી હનુમાનજી મંદિર, વાંસલા, પંચકોશી યાત્રા સમાપન તથા ભંડારો આમ આ પાંચ દિવસ ચાલનારી પંચકોશી પરિક્રમા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા કરવા આવે છે.
આ બાબતે થરી ગામના ભક્ત રોશન પટેલે જણાવ્યું હતું કે જેમ નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા થઈ તેમ આ પાંચ દિવસની પંચકોશી પરિક્રમા કરવાની હોય છે અને આ પરિક્રમા પણ ઘણી મહત્વની છે.આ વર્ષે શર્માજી તથા કિરણ મૌસી એમ.પી ના સહયોગથી પરિક્રમા થનાર છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. પરિક્રમા પથ પર ભક્તિ પરિક્રમા કરશે અને ગામે ગામ ભંડારા વિષામા પણ રાખવામાં આવ્યા છે. રાજ્ય અને દેશનાં સ્થાનિક ભક્તો પણ આ પરિક્રમા માં જોડાઈ શકે છે અને પાંચ દિવસની પરિક્રમા 370 કિમિ ચાલનારી પરિક્રમા જેટલું ફળ આપે છે.
મયુરભાઈ જોશી – M. 95107 02473
Other Article : પંચકોશી નર્મદા પરિક્રમા : ઉત્તર વાહિની પરિક્રમા શું છે ? ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ શું છે ?