ભારતના ચંદ્રયાન ૩ મિશન અંતર્ગત લોન્ચિંગ કરાતા ઈસરોએ ફરી ઈતિહાસ સર્જ્યો છે, ૬૧૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ચંદ્રયાન ૩ પર આખી દુનિયાની નજર છે.
ઈસરો ફરી એકવાર ચંદ્રની સફર કરવા ઉડાણ ભર્યું છે. ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ ભારતના અવકાશ વિજ્ઞાનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શુક્રવારે બપોરે ૨ વાગ્યેને ૩૫ મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઈસરો ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવેલ, આ સાથે જ અંતરિક્ષમાં ફરી એકવાર તિરંગો લહેરાશે.
ભારત ચન્દ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો અને ચન્દ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બન્યો છે
આ લૉન્ચિંગ શુક્રવારે બપોરે ૨:૩૫ વાગે કરાયું છે, ૨૪-૨૫ ઓગસ્ટે ચન્દ્ર પર ઉતર્યા પછીના ૧૪ દિવસ રોવર લેન્ડર ચારેય તરફ ૩૬૦ ડિગ્રી કરશે અને વિવિધ પરીક્ષણો કરશે. ચન્દ્રની સપાટી પર રોવરનાં પૈડાંનાં જે નિશાન પડશે તેની તસવીરો પણ લેન્ડર મોકલશે.
Other News : રાજ્યમાં થયેલ વિકાસના કામો સામે ફરિયાદો ઉઠતા સરકારની ઈમેજ બગડી : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો