Charotar Sandesh
ઈન્ડિયા

૩૮૦૦૦ કરોડની ખેંચતાણ : સરકાર વિરૂધ્ધ હાઇકોર્ટ પહોંચી ૧૩ બેંકો…

નવી દિલ્હી  :  ૧૩ બેંકોએ કેન્દ્ર સરકાર વિરૂધ્ધ દીલ્હી હાઇકોર્ટનું શરણ લીધું છે. બેંકો પાસેથી ૩૮૦૦૦ કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્ષ માગવાના સરકારના નિર્ણય સામે તેઓ કોર્ટમાં ગયા છે. બેંકોનું કહેવું છે કે, સરકારે સર્વિસ ટેક્ષ પર મનગમતો નિર્ણય લીધો છે, જે બેંકો પર તેમને કરવામાં આવેલ દંડના અનેક ગણા કરીને સંબંધિત બેંકો પાસ ેરખાયેલા ખાતાઓમાંથી વસુલ કરાઇ રહ્યો છે.

આ બેંકોમાં એસ.બી.આઇ., પી.એન.બી., યશ બેંક, એચ.ડી.એફ.સી., હોંગકોંગ એન્ડ શાંધાઇ જેવી બેંકો સામેલ છે. બેંકોએ સાથે મળીને કેન્દ્ર વિરૂધ્ધ અરજી કરી છે. ન્યાયમૂર્તિ એસ. મુરલીધર અને ન્યાયમૂર્તિ તલવતસિંહની ખંડ પીઠે અરજી પર સુનાવણી  કરી પછી કેન્દ્ર સરકાર, સેંન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ,  જી.એસ.ટી. કાઉન્સીલ અને અન્ય ઓથોરીટીઓને નોટિસ મોકલીને તેમનો જવાબ માગ્યો છે.

Related posts

ના કોઇ પ્લાન, ના કોઇ પેકેજ, લૉકડાઉન-૩ બાદ શું? : સોનિયા ગાંધી

Charotar Sandesh

રેકોર્ડબ્રેક : ૨૪ કલાકમાં ૭૯ હજાર પોઝિટિવ કેસ, ૯૪૮ના મોત… કુલ આંક ૩૫ લાખને પાર…

Charotar Sandesh

શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા…

Charotar Sandesh