Charotar Sandesh
ટ્રેન્ડીંગ રમત સ્પોર્ટ્સ

ક્રિકેટ : હવે ટીમ ઇન્ડિયામાંથી રમશે આ બંને ભાઇ, એકને ધોનીએ કર્યો તૈયાર…

સિલેક્ટર્સે લેગ સ્પિનર રાહુલને વેસ્ટઇન્ડિઝની સાથે થનારી ત્રણ મેચોની ટી 20 સીરિઝ માટે ભારતની સીનિયર ક્રિકેટ ટીમમાં સામેલ કર્યા છે…

ટીમ ઇન્ડિયામાં સામેલ થનાર નવો ચહેરો રાહુલ ચાહરના પરિવારમાં ખુશીની લહેર છે. રાષ્ટ્રીય સિલેક્ટર્સે લેગ સ્પિનર રાહુલના પિતરાઇ ભાઇ દીપક ચાહર પણ ભારતીય ટીમમાં સામેલ છે. રાહુલના પિતા દેશ રાજે કહ્યું કે બંને પુત્રોની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થવા પર એમના માટે ખૂબ મહત્વનો સમય છે.

દેશ રાજે કહ્યું કે મહેન્દ્ર ધોનીએ 2017માં રાઇજિંગ પુના સુપરજાયન્ટ્સ માટે રમવા દરમિયાન રાહુલની ખૂબ મદદ કરી છે. દેશ રાજે જણાવ્યું, ‘રાહુલે મને કહ્યું હતું કે ધોની સરે પૂનાની સાથે પોતાના સમય દરમિયાન એની ખૂબ મદદ કરી. તેઓ હંમેશા મારા દીકરાની મદદ કરવા તૈયાર રહેશે.’

રાહુલ હવે દીપકની સાથે રાષ્ટ્રીય ટીમમાં જોડાશે. દીપક આઇપીએલમાં મહેન્દ્ર સિંહની કેપ્ટનસીમાં ચેન્નાઇ સુપર કિંગર માટે રમે છે. એને કહ્યું, ‘જે બેટ અથવા બૉલ ઊઠાવે છે એ ભારત માટે રમવા ઇચ્છે છે. પરંતુ અમારા બંને પુત્ર રાષ્ટ્રીય ટીમમાં છે. એનાથી સારું શું હોઇ શકે છે? રાહુલને જેવી એના સિલેક્શન માટે ખબર પડીને એને મને બોલાવ્યો. વેસ્ટઇન્ડિઝમાં હજુ પણ રાત હતી. એને કહ્યું કે એ આખી રાત સૂતો નહતો કારણ કે એ ટીમની જાહેરાતની રાહ જોઇ રહ્યો હતો.’

રાહુલ અને દીપક એકબીજાના પિતરાઇ ભાઇ છે. રાહુલ અને દીપકના પિતા આપસમાં ભાઇ છે અને બંનેની માં બહેનો છે. રાહુલે મોટા ભાઇ દીપકને જોઇને જ રમવાનું શરૂ કર્યું. આઇપીએલની ફાઇનલમાં દીપર ચેન્નાઇ ટીમ માટે રમતો હતો. 

Related posts

ભારત સાથે રમવું પસંદ નથી, તેમની બેટિંગ ભારે પડે છે : મેગન શુટ

Charotar Sandesh

ઈરફાન ખાનના મોતને લઈ સચિન-કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આપી શ્રધાંજલિ…

Charotar Sandesh

Sports : ટોક્યો ઓલિમ્પિકમાં કોરોનાનો કહેર : ૨ એથ્લીટ થયા સંક્રમિત

Charotar Sandesh