Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નવયુવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…

વર્ષોથી આ શહિદ સ્મારકને વિશેષ દરજ્જો આપવાની માંગ આજે પણ યથાવત રહેવા પામી…!

૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના મુંબઈ ખાતે દેશની આઝાદીના ચળવળકારોએ અંગ્રેજો હીંદ છોડો ની ક્રાંતિ મશાલ સળગાવતા તેને દેશભરમાં પ્રવજલીત કરવા ઠેર ઠેર આઝાદીના ચળવળકારો પ્રખર દેશભાવના જાગૃત કરી રહ્યા હતા ત્યારે વડોદરાથી ૩૪ જેટલા નવલોહિયાઓએ ચરોતર પંથકમાં પત્રીકા વિતરણ કરી દેશભાવના ઉજાગર કરવા આવતા પરત ફરવા સમયે અડાસ સ્ટેશન નજીક અંગ્રેજોના કહેરના પગલે પાંચ નરબંકાઓ શહિદ થવા પામતા ૧૮મી ઓગસ્ટના દિને બનેલ આ ઘટના અંતર્ગત આજે અડાસ ખાતે શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જો કે સ્થાનિકો દ્વારા વર્ષોથી આ શહિદ સ્મારકને વિશેષ દરજ્જો આપવાની માંગ આજે પણ યથાવત રહેવા પામી હોવાનું જાણવા મળેલ છે.

તે સમયે અડાસ નજીક થઈ અંગ્રેજોએ આ ૩૪ આઝાદીના ચળવળકારોને ઝડપી પાડી અંગ્રેજ શાસનનો મીની ઝલીયાકાંડ સર્જવા પામ્યો હોય તેમ પાંચ જેટલા યુવાનો અંગ્રેજોની ગોળીથી શહિદ થવા પામતા ૧૮મી ઓગસ્ટનો તે દિવસ હોય અડાસ સ્ટેશન નજીક શહિદ સ્મારક સ્થળે આજે પ્રદેશ બીજેપી કોષાધ્યાક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ મિતેષભાઈ (બકાભાઈ), મહિલા આગેવાન હંસાકુંવરબા રાજ, ડીડીઓ અમિતપ્રકાશ યાદવ, સરપંચ શિલ્પાબેન રાજ, તલાટી વિપુલભાઈ પટેલ સહિત સમગ્ર ગ્રામજનો, શાળાના શિક્ષકો, બાળકો હાજર રહ્યા હતા.

જો કે અડાસ ખાતે ઉભા થયેલ આઝાદીના લડવૈયાઓના શહિદ સ્મારકને વિશેષ દરજ્જો આપવાની માંગ કેટલાય વર્ષોથી સ્થાનિક સ્તરેથી કરવામાં આવી રહી હોય તેમ આજે પણ શહિદોના નામ માત્ર મત મેળવવા તથા સત્તા હાંસલ કરવાનું માધ્યમ બની રહેવા પામ્યા હોય તેમ યથાવત જ રહેવા પામીની લાગણી વ્યક્ત થવા પામી હતી.

  • Jignesh Patel, Adas

Related posts

આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા શ્રી બી.જી.પ્રજાપતિ…

Charotar Sandesh

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

Charotar Sandesh

આજથી અમૂલ ડેરીની આ પ્રોડક્ટ થઈ મોંઘી : પ ટકા જીએસટીની અસર, જુઓ વિગત

Charotar Sandesh