PMI ઈન્ડેક્સ ૫૨.૫થી ઘટીને ૫૧.૪ રહ્યો, વેચાણ-ઉત્પાદનમાં ઘટાડો…
ન્યુ દિલ્હી,
મેન્યુફેક્ચરિંગ સેકટરનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને ૧૫ મહીનાના નીચેલા સ્તરે પહોંચી ગયો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનો મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(PMI) ઓગસ્ટમાં ઘટીને ૫૧.૪ પર આવી ગયો છે. જે મે ૨૦૧૮ બાદ સૌથી ઓછો છે. આ વર્ષે જુલાઈમાં ૫૨.૫ હતો. વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં ઘટાડાને કારણે PMIમાં ઘટાડો આવ્યો છે.
જોકે PMI સતત ૨૫માં મહીને ૫૦થી ઉપર રહ્યો છે. આ ઈન્ડેક્સનું ૫૦થી ઉપર રહેવું વિસ્તારને દર્શાવે છે, જયારે ૫૦થી ઓછાનો આંકડો મેન્યુફેક્ચરિંગ સેકટરમાં ઘટાડાનો સંકેત આપે છે.
આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના માસિક સર્વેના જણાવ્યા પ્રમાણે બજારની પડકારજનક સ્થિતિ અને પ્રતિસ્પિર્ધી દબાણને કારણે મેન્યુફેક્ચરિંગ સેકટરના ગ્રોથમાં ઘટાડો આવ્યો છે. વિદેશોમાંથી ઓર્ડર મળવાના ગ્રોથમાં પણ સુસ્તી રહી.
એપ્રિલ-જૂનમાં જીડીપી ગ્રોથ પણ ઘટીને ૫ ટકા રહ્યો. જે ૬ વર્ષમાં સૌથી ઓછો છે. જીડીપીના આંકડા ગત સપ્તાહે આવ્યા હતા. અર્થવ્યવસ્થાની સ્થિતિને જોતા સરકારે થોડા દિવસોમાં ઘણી જાહેરાતો કરી છે. શુક્રવારે ૧૦ બેન્કોના મર્જરની જાહેરાત કરવામાં આવી હતી.