Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાએ ચીની બનાટવના ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો…

સુરક્ષાના કારણોસર અમેરિકાએ આ પગલું ભરવું પડ્યું…

USA : અમેરિકાના ગૃહમંત્રાલયે ચીની બનાવટના ડ્રોન્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ ખાતાના પ્રવક્તા નિક ગુડવિને કહ્યું કે “ચીનીબનાવટના ડ્રોન્સની સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષા પૂર્ણ નહીં થશે ત્યાં સુધી ચીનીબનાવટના ડ્રોન્સ અથવા ચીની કમ્પોનેન્ટસનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા ડ્રોન્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ટિરિયર ડિપાર્ટમેન્ટના એક સ્રોતના જણાવ્યા પ્રમાણે તેમની પાસેના ડ્રોન્સના કુલ જથ્થામાંથી ૮૧૦ ડ્રોન્સ ચીની બનાવટના છે જ્યારે ૨૪ અમેરિકી બનાવટના છે જેમાં ચીનના ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ મે મહિનામાં ચેતવણી આપી હતી કે ચીની ડ્રોન્સ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરી શકે છે.

નિક ગુડવિને કહ્યું કે જે ડ્રોન્સનો હાલમાં રાહત બચાવ કાર્ય માટે ઉપયોગ થઇ રહ્યો છે તેમનો ઉપયોગ ચાલુ રાખવામાં આવશે વર્ષ ૨૦૧૭થી અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ચીની કંપની ડીજેઆઇના ડ્રોન્સ પર સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્ર્‌વના કોમર્સિયલ ડ્રોન્સમાંથી લગભગ ૭૦ ટકાનું ઉત્પાદન ચીનની કંપની ડીજેઆઇ દ્વારા કરવામાં આવે છે. દરમ્યાન ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે “ચીનની કંપનીઓને બિનભેદભાવયુક્ત વાતાવરણ પૂરું પાડવા અમે વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર તથાકથિત ચીની જોખમની વાત કરવાનું બંધ કરો અને કારણ વગર ચીનની કંપનીઓની હેરાનગતિ બંધ કરો’ ડીજેઆઇના એક પ્રવક્તાએ કહ્યું કે “અમને ખૂબ નિરાશા થઇ છે.

  • Naren Patel

Related posts

કોરોના કેસો વધતા ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસનું દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું

Charotar Sandesh

મેલબર્નના એક કપલે ૪૦,૦૦૦ ફૂટ ઉંચાઈ પર લગ્ન કર્યા…

Charotar Sandesh

૧૧ દિવસના લોહિયાળ જંગ બાદ ઈઝરાયલ-હમાસની વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા…

Charotar Sandesh