Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રદુષણના કારણે ટી-૨૦ મેચમાં બાંગ્લાદેશના બે ક્રિકેટરોને ઉલટીઓ થઈ હતી…

ન્યુ દિલ્હી : દિલ્હીમાં રમાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી ૨૦ મેચ દરમિયાન બાંગ્લાદેશના બે ખેલાડીઓને પ્રદુષણના કારણે ઉલટીઓ થઈ હોવાનો દાવો એક ક્રિકેટિંગ વેબસાઈટે કર્યો છે.
આ વેબસાઈટના અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશન સૌમ્ય સરકાર અને અન્ય એક ખેલાડીને ઉલટીઓ થઈ હતી. મેચ માટે દિલ્હીમાં વાતાવરણ સ્હેજ પણ યોગ્ય નહોતુ.ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતને બાંગ્લાદેશે શાનદાર રમતનુ પ્રદર્શન કરીને હરાવ્યુ હતુ. બાંગ્લાદેશની ટી ૨૦માં ભારત સામે આ પહેલી જીત હતી.
દિલ્હીમાં પ્રદુષણના ખતરનાક સ્તર વચ્ચે મેચ રમાડવા સામે સવાલો પણ ઉભા થયા હતા. એ પછી ભારતીય ક્રિકેટ બોર્ડના ચેરમેન સૌરવ ગાંગુલીએ પણ નિવેદન આપવુ પડ્યુ હતુ કે, ભવિષ્યમાં ક્રિકેટનુ ટાઈમ ટેબલ નક્કી કરતી વખતે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે.

Related posts

ભારત સાથે રમવું પસંદ નથી, તેમની બેટિંગ ભારે પડે છે : મેગન શુટ

Charotar Sandesh

ભારત વિશ્વકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટોચની પાંચ ટીમમાં સામેલ

Charotar Sandesh

પ્રવાસમાં પત્ની-ગર્લફ્રેન્ડને જોડે લઈ જવાની ક્રિકેટરોને છૂટ આપો : સાનિયા મિર્ઝા

Charotar Sandesh