Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ભાજપના ઉમેદવારનું વધુ એક વાર વિવાદાસ્પદ નિવેદન જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશેઃ મેનકા ગાંધી

ઉત્તર પ્રદેશના સુલતાનપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સુલતાનપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, મને જ્યાં વધારે વોટ મળશે ત્યાં પહેલા અને સૌથી વધારે કામ કરવામાં આવશે.
અગાઉ મેનકા ગાંધીએ એક રેલીમાં લઘુમતિ સમુદાયને વોટની અપીલ કરતા જણાવ્યું હતું કે, મેં અત્યારથી ચૂંટણી જીતી લીધી છે હવે તમારા પર છે કે કોને મત આપવો. હું લોકોના પ્રેમ અને સમર્થનને કારણે જીતી રહું છું. પરંતુ મારી આ જીત મુÂસ્લમ વગર થશે તો મને દુઃખ થશે. પછી મુÂસ્લમ મારી પાસે કોઇ કામ માટે આવશે તો પછી હું વિચારીશ. હું તમારા મતોની સાથે અથવા તમારા મતો વગર પણ ચૂંટણીતો જીતવાની જ છું.
મેનકા ગાંધીના આ નિવેદનને પગલે રાજકારણ ગરમાયું હતું. ચૂંટણી પંચે પણ તેમના આ નિવેદનને ધ્યાનમાં લઇને નોટીસ ફટકારીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. નોંધનીય છે કે, મેનકા ગાંધીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પીલીભીત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જા કે આ વખતે તેઓ સુલતાનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧.૦૬ લાખ નવા કેસ, ૨,૪૨૭ મોત…

Charotar Sandesh

મિશન ચંદ્રયાન-૨ : ઓર્બિટરથી સફળતાપૂર્વક લેન્ડર ‘વિક્રમ’ અલગ થયુ…

Charotar Sandesh

મહારાષ્ટ્ર સ્થિતિ વણસી : કોરોનાના એક દિવસમાં ૪૩,૦૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા…

Charotar Sandesh