Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત દક્ષિણ ગુજરાત

મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી

મોબાઇલ ફોન ગેમ

સુરતમાં ગેમ રમવા બાબતે પુત્રએ પિતાની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દીધી

સુરત : સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં બાળકને ગુસ્સો ખૂબ આવે છે અને બાળકને ના પાડીએ તો તેઓ ગુસ્સે થઇ જાય છે અને હિંસા કરે છે. બાળકો મોબાઇલમાં હિંસક ગેમ રમે છે. જેથી બાળકને હિંસા કરવી સામાન્ય બાબત લાગે છે અને તે રિયલ લાઇફમાં પણ હિંસા કરી બેસે છે.

શોસિયલ મીડિયા અને ફિલ્મોનો પણ બાળકો પર ખૂબ પ્રભાવ પડી રહ્યો છે

પોલીસે વધુમાં કહ્યું હતું કે, આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. મંગળવારે સાંજે પિતા સાથે મોબાઇલ ફોન ગેમ રમવાની બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જોકે પતિની હત્યા પુત્રએ કરી હોવાનું બહાર આવતાં માતા પોતે ફરિયાદી બની હતી. મોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી સગીર હોવાથી તેને ડિટેઇન કર્યો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીરોમાં બાળકોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિક્શન સામે લાલબત્તી ચીંધી છે. સુરત શહેરના યુવાનો અને સગીરોમાં મોબાઇલ જાણે લતનું સ્વરૂપ પકડી ચૂક્યો છે. ઇચ્છાપોરના કવાસ ગામમાં મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.

સુરત શહેર પોલીસના એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, કવાસ ગામમાં રહેતાં ૪૦ વર્ષીય અર્જુન અરુણ સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન ૬ દિવસ પહેલા બાથરૂમમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના ૧૭ વર્ષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી.

Other News : અમદાવાદીઓ કોરોના હળવો થતાં કાંકરિયા, રિવરફ્રન્ટની મુલાકાતે : બે દિવસમાં ૧.૫ લાખ લોકો ઉમટ્યા

Related posts

RTE એકટ હેઠળ બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ મળશે : એડમિશન માટે હેલ્પલાઈન જાહેર કરાયા

Charotar Sandesh

૨૪ પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh