Charotar Sandesh
વર્લ્ડ

કોરોના કેસો વધતા ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસનું દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું

ઓસ્ટ્રિયા

નવી દિલ્હી : બહારના ઘણા દેશોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓસ્ટ્રિયા સહિત યુરોપના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે. જે ત્યાંની આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર ભારે પડી રહ્યા છે. અહીં લાદવામાં આવેલ લોકડાઉન મહત્તમ ૨૦ દિવસ સુધી ચાલશે. જો કે ૧૦ દિવસ પછી તેનું પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન લોકોના બિનજરૂરી બહાર જવા પર પ્રતિબંધ રહેશે.

રેસ્ટોરાં અને મોટાભાગની દુકાનો બંધ રહેશે અને મોટા કાર્યક્રમો રદ કરવામાં આવશે

શાળાઓ અને ‘ડે-કેર સેન્ટરો’ ખુલ્લા રહેશે. પરંતુ માતાપિતાને બાળકોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે. ઑસ્ટ્રિયામાં લૉકડાઉન પ્રતિબંધો ૧૩ ડિસેમ્બરના રોજ હટાવવામાં આવી શકે છે પરંતુ શક્ય છે કે જેમને રસી આપવામાં આવી નથી તેમના માટે પ્રતિબંધો ચાલુ રહેશે. એક દિવસ પહેલા રવિવારે મધ્ય વિયેનાના બજારો લોકડાઉન પહેલા ક્રિસમસ શોપિંગ અને મુસાફરીનો આનંદ માણવા માટે વિયેનાના બજારોમાં ઉમટી પડ્યા હતા.

કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને રોકવા માટે ઓસ્ટ્રિયામાં સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયાના સઘન સંભાળ ચિકિત્સકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

‘સોસાયટી ફોર એનેસ્થેસિયોલોજી, રિસુસિટેશન એન્ડ ઇન્ટેન્સિવ કેર મેડિસિન’ના પ્રમુખ વોલ્ટર હસીબેડરે ઑસ્ટ્રિયન ન્યૂઝ એજન્સી APAને કહ્યું, ‘અમે દિવસેને દિવસે ચેપના રેકોર્ડ આંકડાઓ અનુભવ્યા છે. હવે કેસો પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે.’ છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સંર્ક્મણના ૧૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને આ રોગચાળાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ચાન્સેલર એલેક્ઝાન્ડર શેલેનબર્ગે શુક્રવારે લોકડાઉનની જાહેરાત કરી હતી.

Other News : હવે બ્રિટન જવા દરવાજા ખુલ્યા : કોવેક્સિન અને ક્વોરેન્ટાઈની સમસ્યા નહીં

Related posts

USA : અમેરિકાની હોસ્પિટલો બાળકોના કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોથી ભરાઈ

Charotar Sandesh

‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કરનારાઓ પર તાલિબાનનો ગોળીબાર

Charotar Sandesh

યુવકે વડાપ્રધાન મોદીને વોટ આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી..!!

Charotar Sandesh