Anand : નાવલી કન્યા શાળામાં રિસોર્સ રૂમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દાતા શ્રી બાપા બાપજી નાથ અઘોરી તરફ થી ૫૦ જેટલા દિવ્યાંગ બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા તેમજ દિપક ભાઈ તરફથી બાળકોને પીઝા, મન્ચુરીયન, પાણીપુરી, જ્યુસ આપવામાં આવ્યું તેમજ ડૉ. દમયંતી બા તરફથી બાળકોને અમૂલ કૂલ તેમજ લાડુ આપવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ ઉપસ્થિત હતા અને બીટ નિરીક્ષક બેન તેમજ શાળાના આચાર્ય સીઆરસી વસંતભાઈ, અશોકભાઈ, ભાવેશભાઈ, બીઆરસી જયદીપ ભાઈ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી મિતેશ પારેખ, નરેન્દ્રભાઈ, હિતેશ પારેખ, ઠાકોર કમલ સ્પેશિયલ ટીચર ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો.
Other News : ટ્રાફિક સમસ્યાને હલ કરવા ગણેશચોકડી વિસ્તારમાં રૂ.૧૪૩ કરોડના ખર્ચે ફલાયઓવર બનાવાશે : જુઓ બ્રિજનો નકશો