Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાત્રે ભીષણ આગ લાગતાં આશરે પ૦ જેટલા વાહનો બળીને ખાખ

ખેડા ટાઉન પોલીસ મથક

નડિયાદ : ગત રાત્રીના સમયે ખેડા ટાઉન પોલિસ મથકના કમ્પાઉન્ડમાં આકસ્મિક આગના કારણે આશરે પ૦ જેટલા વાહનો બળીને ખાખ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગુનાના કામમાં વપરાયેલ વાહનોમાં એકાએક આગ લાગતાં આગે મોટુ સ્વરૂપ લીધું હતું. નડિયાદ, અસલાલી અને ઓએનજીસી નવાગામની ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટના બાદ ખેડા પોલિસ દ્વારા વાહનોની ગણતરી હાથ ધરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે

આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. જો કે સદનસિબે આ બનાવમાં જાનહાની થઈ નહોતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

Other News : સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલિસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી પિતા-પુત્ર ઠાર

Related posts

પરમ પૂજનીય સંતશ્રી મોરારીદાસજી મહારાજના હસ્તે શ્રીરામ મંદિર નિર્માણ અભિયાનમાં રૂ. ૧૧,૧૧૧ નિધિ સમર્પિત કરાઈ….

Charotar Sandesh

અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ થશે…

Charotar Sandesh

નાવલી પ્રાથમિક કન્યા શાળા ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh