આણંદ : સીડી એસ સંસ્થા દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ. બહેનો અને બાળકોના ઉત્થાન માટે કાર્યરત સી સી એસ સંસ્થા બહેનોના કૌશલ વર્ધન માટે સમયાન્તરે વિવિધ વર્કશોપ અને પ્રવૃતિઓનું આયોજન કરે છે. બહેનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ખીલવવા અહી અવકાશ આપવામાં આવે છે. બહેનોની સર્જનાત્મકતાની સાથે ભારતીય સંસ્કૃતિનું મહામુલું પર્વ રક્ષાબંધનનો મહિમા પણ તેઓ સમજે તે હેતુસર રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ.
ખુબ આકર્ષક એવી પાંચ રાખડીઓ બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવા આવેલ
આ પ્રસંગે સંસ્થાના વિવિધ કોર્ષના શિક્ષકો તથા સંસ્થામાં અભ્યાસ કરતી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. કુલ ૮૦થી વધુ બહેનોએ રાખડી બનાવવાની સ્પર્ધામાં સહભાગિતા નોંધાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ શ્રી મનોજ મેકવાને બહેનોના કૌશલ વર્ધન પર ભાર મૂકી આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સંસ્થાના ચેરપર્સન સડો અલકા મેકવાને રાખડી બનાવવાના કૌશલને આર્થિક ઉપાર્જનના એક વિકલ્પ તરીકે વિકસાવવા અનુરોધ કર્યો હતો. સંસ્થના અગ્રણી ફરહીન વહોરાએ સૌ સ્પર્ધકોને પ્રોત્સાહિત કાર્ય હતા. ત્યાર બાદ બહેનોએ ખુબ જ આકર્ષક રાખડી બનાવી હતી. વેસ્ટમાંથી બેસ્ટના ખ્યાલ અનુસાર પણ નાક્મી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવેલ રાખડીઓ સૌના આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
સંસ્થાના પ્રિયંકાબેન પરમારે નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવવી સુંદર રાખડી બનાવવા ધ્યાનમાં રાખવાની બાબતો ચર્ચી હતી. ખુબ આકર્ષક એવી પાંચ રાખડીઓ બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવા આવેલ. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભોઈ જાનકીબેન મહેશભાઈ દ્વિતીય ક્રમે પરમાર જયાબેનરમેશભાઈ તૃતીય ક્રમે દિવાન હાદીયા શકુરસા ચતુર્થક્રમે પરમાર રોશની ધવલભાઈ અને પાંચમાં ક્રમે પ્રીતીબેન મેકવાન વિજેતા બન્યા હતા. સૌ વિજેતા બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમના અંતે સંસ્થાના સુપરવાઈઝર મશીરા વહોરાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સંસ્થાના સિફા વહોરા, મિનાઝ વહોરા, નઝમાબેન, ઉષાબેન ચૌહાણ, પારૂલબેન પટેલ, જીનલબેન એ સફળ કર્યો હતો.
Other News : ચરોતર ઇગ્લિશ મીડિયમ શાળા દ્વારા ધોરણ ૧થી ૫માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાવ્યું