Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ક્રાઈમ ચરોતર

યુટ્યુબ ઉપર વિડીયો જોઈ એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

એટીએમ

આણંદ : તાલુકાના નાવલી ગામે છ દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો છે.

નાવલી ગામે છ દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, નાવલી ગામનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ ગત શનિવારે રાત્રે કોઈ શખ્સે તોડ્યું હતું.

આ અંગેની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસે નોંધીને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ બે દિવસ બાદ એક શખ્સ એટીએમ પાસે આવીને કંઈ શોધી રહ્યો હોવાનું અને તે અજાણ્યો હોવાની જાણ પોલીસને સ્થાનિક દ્વારા થતાં પોલીસની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસે સ્થળ પરથી શકમંદને ઝડપી નામ-ઠામ પૂછતાં આસીફરઝા રહેબરઅબ્બાસ સૈયદ (રહે. સંભલ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

ચોરીના ઈરાદે જ ગુજરાતમાં આવ્યો હતો

હાલમાં પોલીસે આ ગુનામાં તેની ધરપકડ કરી તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે શખ્સ પાસેથી મોબાઈલ ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, કટીંગ મશીન, લોખંડનો હથોડો, પાના પક્કડ, લોખંડની છીણી, અર્ધ વપરાયેલ સેલોટેપ, વાયરનો ટુકડો, મોબાઈલ કબ્જે લીધો હતો. પોલીસ તપાસમાં તે ગત 21મી જૂનના રોજ પ્રથમ વખત ગુજરાતમાં અને તે પણ ચોરીના ઈરાદે જ આવ્યો હતો. ચોરી કર્યા બાદ યુપી જતા રહેવાની ફિરાકમાં હોવાનું કબૂલ્યું હતું. શખ્સ અમદાવાદ હોટલમાં રહેતો હતો. આ દિવસ દરમિયાન તે મહેસાણા, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં ફરી ચૂક્યો હતો. જ્યાં તેણે દિવસ દરમિયાન રેકી કરી હતી. એ પછી તેણે નાવલીમાં સિક્યોરીટી ગાર્ડ વિનાના એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો.

Other News : ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

Related posts

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગુરૂવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે : જાણો વિગત

Charotar Sandesh

આણંદ-ભાલેજ ઓવરબ્રિજનું રીપેરીંગ કામકાજ હાથ ધરાયું : અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું…

Charotar Sandesh

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૪-ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી આણંદ દ્વારા સાયકલ રેલી યોજાઇ

Charotar Sandesh