Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

ગુજરાત ૧૫ સ્ટેટ હાઈવે

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

ગાંધીનગર : ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ગત રાત્રીના ૧૧ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ રાજકોટના આજી ૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યુસેક પાણીની આવક થઈ છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં ૧૫ સ્ટેટ હાઈવે સહિત ૧૩૬ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં ૭૧ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ૧૮૦ મિમી અને રાજકોટના લોધિકામાં ૧૩૬ મિમી વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે ત્યારે અત્યાર સુધી સિઝનનો ૬૪.૪૪ ટકા વરસાદ થયો છે

Other News : રાજકોટ શહેરમાં પાણી જ પાણી : લોકોના ઘરમાં પાણી ભરાયા

Related posts

સામાજીક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો : મહિલાઓ-બાળકો સહિત ૧૨૦ને અસર, દોડધામ મચી

Charotar Sandesh

ગુજરાતના ૪૦ હજાર બેન્ક કર્મચારીઓ ૮ માંગણીઓ સાથે બે દિવસની હડતાળ ઉપર ઉતરશે

Charotar Sandesh

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. ૨૦૨૩ સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ. ૩૦૦૦…

Charotar Sandesh