આણંદ : રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો ટીમે સપાટો બોલાવ્યો છે. જેમાં એલસીબી એ બે અલગ-અલગ જગ્યાએ લાંચ લેતાં અધિકારીઓને છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં તારાપુર એમજીવીસીએલના ડે. ઈજનેર ડી.એમ.વસોયા મીટર આપવાના બહાને ૬૦ હજારની લાંચ અને આંકલાવના નાયબ મામલતદાર દિગ્વિજય જાડેજા ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથ એલસીબીના છટકામાં ઝડપાઈ જતાં લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં એસીબી પોલીસે અધિકારીઓની ધરપકડની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
Other News : કોરોનાને લઈ આણંદનું તંત્ર થયું સતર્ક : જિલ્લામાં કેટલાંક નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું