Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

એસીબીની સફળ ટ્રેપ : ઉમરેઠના નાયબ મામલતદાર ૨.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

એસીબીની સફળ ટ્રેપ

ઈ-ધરા કેન્દ્ર, ઉમરેઠ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ના.મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી નાઓ તાડપુરા ચોકડી ભાલેજ ખાતે લાંચ લેતા ઝડપાયા

આણંદ : ઉમરેઠના નાયબ મામલતદાર સવા બે લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે, જેમાં એસીબી દ્વારા ના.મામલતદાર જે.પી.સોલંકીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુુસાર, ઈ-ધરા કેન્દ્ર, ઉમરેઠ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ના.મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી નાઓ તાડપુરા ચોકડી ભાલેજ નજીક ર.રપ લાખની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયેલ છે.

આ ગુનાના કામે હકીકત એવી છે કે, ફરીયાદીના કાકા જમીન ખરીદી પ્લોટીંગ પાડી કન્સ્ટ્રકશનનું કામ કરતા હોઇ ભાલેજ તા.ઉમરેઠ ખાતે આશરે અગીયારેક વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ. જેમાં ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે આરોપીને મળતા આ કામ પેટે આરોપીએ પ્રથમ રૂ.૩,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ કંઇક ઓછું કરવા જણાવતા છેલ્લે રૂ.૨,૨૫,૦૦૦/- લાંચ પેટે આરોપીએ ફરીયાદી પાસે માંગતા ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાણાં સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા હોવાની બાબત સામે આવી છે.

Other News : આણંદ અને ખંભાત તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો : આ તારીખ સુધી આગાહી

Related posts

ખેતરમાં ખાડાઓ કરી સંતાડેલ વિદેશી દારૂની ૨૦૧ પેટીઓ સહિત ૧૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત…

Charotar Sandesh

ઉમરેઠ નગરપાલિકા દ્વારા ગરીબોના રહેણાંક વિસ્તાર પાસે કચરો ઠાલવતા બૂમો ઉઠી…

Charotar Sandesh

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

Charotar Sandesh