Charotar Sandesh
ગુજરાત

ભવ્ય જીત બાદ હવે નવા મંત્રીમંડળની તૈયારીઓ : ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને ઔપચારિક રાજીનામું આપ્યું

ભૂપેન્દ્ર પટેલે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી યોજાઈ હતી, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થયું છે, ત્યારે ગુજરાતમાં ફરી વખત મોદી મોજીકથી ભાજપ ફરી સત્તામાં આવ્યું છે.

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો વિક્રમ કોંગ્રેસ પાસે હતો. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ ૧૪૯ બેઠકો જીતીને સત્તા પર આવી હતી. પણ ભાજપે ૩૭ વર્ષ બાદ આ રેકોર્ડ ધ્વસ્ત કરીને નવો રેકોર્ડ સર્જયો છે. ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતીને પોતાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હવે ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં માધવસિંહની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનું નામ લખાઈ ગયું છે.

ત્યારે હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજભવન પહોંચ્યા હતા, અહીં મુખ્યમંત્રીએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપેલ હતું, અને આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે, ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરવામાં આવશે.

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ૧૨મી ડિસેમ્બરે સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે

મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે બપોરે ૨ વાગ્યે મળવાનો સમય માગ્યો હતો, એ પહેલાં કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે, હવે નવી સરકારની રચનાની કવાયતની તૈયારીઓ શરૂ કરાઈ છે, અને નવી સરકારની શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમય માગવામાં આવ્યો છે.

Other News : આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીની હાર, ખંભાળિયામાં ભાજપનો વિજય

Related posts

છોટાઉદેપુરની મુલાકાતે આવેલા સી.આર પાટીલનું બોડેલીમાં ભવ્ય સ્વાગત કરાયું…

Charotar Sandesh

અમેરિકન સમુદાયના અગ્રણી નેતા રમેશ પટેલનું કોરોનાથી કરૂણ મોત…

Charotar Sandesh

શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની માર્કશીટ સ્પીડ પોસ્ટથી ઘરે મોકલાશે…

Charotar Sandesh