Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાંસદ મિતેષ પટેલ દ્વારા રજૂઆત કરાતાં અમદાવાદ-કેવડિયા ટ્રેનનું આણંદ ખાતે સ્ટોપેજ ફાળવાયું

અમદાવાદ કેવડિયા

સાંસદ મિતેષ પટેલ દ્વારા રેલ્વે વિભાગમાં રજૂઆત કરતાં આણંદ ને સ્ટોપેજ ફાળવવામાં આવ્યો

આણંદ : સ્ટેચ્યુ ઓફ યુનીટી સાકાર બાદ એક વર્ષ પૂર્વ પ્રવાસીઓ ની સુવિધા અંતર્ગત અમદાવાદ કેવડિયા વચ્ચે એકસપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ આણંદને સ્ટોપેજ ન ફળવાતા નારાજગી પ્રવર્તવા પામી હતી.

જેના પગલે સાંસદ મિતેષ પટેલ દ્વારા રેલ્વે વિભાગમાં રજૂઆત કરતાં આણંદ ને સ્ટોપેજ ફાળવવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિની ગરિમા જળવાઇ નો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર કેવડિયા સરદાર સરોવર નજીક વિશ્વની સહુથી ઉંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાકાર થયા બાદ મહત્તમ પ્રવાસીઓ મુલાકાત લે તેવા આશયથી એકવર્ષ પૂર્વ અમદાવાદ થી કેવડિયા એક્સપ્રેસ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આણંદ ને સ્ટોપેજ ફાળવવામાં ન આવતા સરદાર પટેલની કર્મભૂમિ નું અપમાન થયાની નારાજગી સરદાર પ્રેમીઓમા જોવા મળી હતી.

Other News : ખંભાત શહેરમા કોમી એકતા રક્તદાન શિબિરનુ આયોજન : ૨૧૮ રકતદાતાઓએ રક્તદાન કરેલ

Related posts

બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ આ વિસ્તારને નિયંત્રિત તરીકે જાહેર કરાયો

Charotar Sandesh

વડોદરામાં ફરી મેઘરાજાની એન્ટ્રી, વેરાવળ અને દીવના વાતાવરણમાં પલટો…

Charotar Sandesh

આણંદ અમૂલ ડેરી ખાતે ૭ દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh