Charotar Sandesh
ઈન્ડિયા

હવાઈદળના ગ્રુપ કેપ્ટન અભિનંદનને વીરચક્રથી સન્માનિત : મેજર વિભુતિ અને સુબેદાર સોમવીરને શોર્યચક્ર

અભિનંદન

ન્યુ દિલ્હી : દેશમાં સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્વારા ૨૦૧૯માં ભારત ઉપર અટેક કરવા મોકલેલ અમેરિકન બનાવટના એફ-૧૬ વિમાનને તોડી પાડી વિરતા દાખવનાર હવાઈદળના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિરચક્રથી સન્માનિત કરાયા.

જ્યારે યોજાયેલ આ ખાસ સમારોહમાં જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદ સામેના ઓપરેશન દરમિયાન એ-ડબલ પ્લસ કક્ષાના આતંકીને ઠાર મારનાર નાયબ સુબેદાર સોમવીર કે જેઓ પોતે પણ આ હુમલામાં શહીદ થયા હતા તેમને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે.

જ્યારે પાંચ ત્રાસવાદીઓને ખાત્મો કરનાર મેજર વિભૂતિ શંકરને પણ મરણોપરાંત શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ લશ્કરની એન્જિનિયરિંગ વીંગના સેપર પ્રકાશ જાદવને પણ તેમની શાંતિકાલિન સમયની વિરતા બદલ કીર્તિ ચક્ર એનાયત કરાયું હતું. જાદવે જમ્મુ કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓને ખસેડયા હતા.

Other News : આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો

Related posts

સ્થિતિ સંપૂર્ણ રીતે આઉટ ઑફ કંટ્રોલ છતાં સરકારે વૈજ્ઞાનિકોનું પણ ના માન્યું : રાહુલ ગાંધી

Charotar Sandesh

શ્રીનગરમાં આતંકવાદીઓનો પોલીસ પાર્ટી પર ગોળીબાર, એક જવાન સહિત બેને ઈજા…

Charotar Sandesh

ભારતમાં ૨૬ જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવે તેવી શક્યતા : રિસર્ચ

Charotar Sandesh