નવીદિલ્હી : કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે, ત્યારે હવે નવા મંકીપોક્સ (monkey pox) બિમારીનો કહેર વધવા પામેલ છે, તા. ૭ મેએ બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ જોવા મળેલ, પરંતુ એક મહિના બાદ આ વાયરસના ૩૦થી વધુ દેશોમાં લગભગ ૬૦૦ કેસ સામે આવી ચુક્યા છે. એટલે કે દુનિયામાં દરરોજ નવા ૨૦ કેસ સામે આવ્યાં છે.
છેલ્લા એક સપ્તાહમાં ઘણા દેશોમાં મંકીપોક્સ (monkey pox) નો પ્રથમ કેસ નોંધાયો છે. કોરોના બાદ મંકીપોક્સ (monkey pox) નો પ્રકોપ જોતા દેશમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સીડીસી અનુસાર આફ્રિકામાં મંકીપોક્સ પર કરેલા રિસર્ચ અનુસાર ૧૦માંથી એક વ્યક્તિનું મોત આ વાયરસને કારણે થઈ શકે છે. એટલે કે મંકીપોક્સથી થનાર મૃત્યુનો દર ૧૦ ટકા છે.
ભારતમાં કેન્દ્ર સરકારે વિદેશમાં મંકીપોક્સના કેસ વધવાને કારણે એલર્ટ જાહેર કર્યું છે
ભારત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તેના પર નજર રાખવા માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને નિર્દેશ અપાયો છે, જે વ્યક્તિ મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી પરત ફરેલ છે, તેના પર નજર રાખવાનું કહેલ છે.
તો શંકાસ્પદ લક્ષણવાળા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવાનું જણાવાયું છે, બિમારી મંકીપોક્સ (monkey pox) ને લઈને ડબલ્યુએચએ કહ્યું કે સમય રહેતાં વાયરસ પર નિયંત્રણમાં લઈ શકાય અને વિશ્વની પાસે તેના પ્રકોપને રોકવાનો એક ટાઈમ છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના નિવારણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવેલ છે.
Other News : વડાપ્રધાન મોદી આ તારીખે વડોદરામાં રોડ શો કરશે : સભામાં ૫ લાખ મેદનીનો લક્ષ્યાંક