Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

એલર્ટ : ઉત્તરાયણ પર્વમાં બેદરકારી બાદ આણંદમાં આજે ર૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા

આણંદમાં કોરોના

આણંદ : રાજ્યમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦ હજાર ૯૬૬ કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓ મોત થયા છે અને ૯ હજાર ૮૨૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

આણંદમાં ટેસ્ટીંગ કામગીરી વધારતાં જિલ્લામાં આજે સૌથી વધુ ૨૪૭ કેસો સામે આવ્યા છે, જેની સામે ૧૦૫ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૩ જિલ્લામાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં જ ૮૩૯૧ કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં ૩૩૧૮, વડોદરા શહેરમાં ૧૯૯૮, રાજકોટ શહેરમાં ૧૨૫૯, સુરત ગ્રામ્યમાં ૬૫૬, ભાવનગર શહેરમાં ૫૨૬, ગાંધીનગર શહેરમાં ૪૪૬, વલસાડમાં ૩૮૭, નવસારીમાં ૨૭૮, આણંદમાં ૨૪૭, ખેડામાં ૧૬૮, મોરબીમાં ૨૬૫ કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતીદીન વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ સેન્ટર પર એક કોલ કરવાથી આરોગ્ય વિભાગ સીધું ઘરે પહોંચશે અને ઘરે બેઠાં જ તપાસ, ત્વરીત નિદાન તથા જરૂર પડે સઘન સારવાર આપશે.

Other News : આણંદ જિલ્લામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરાયું, કલેક્ટરે સેવાનો લાભ લેવા લોકોને અપીલ કરી

Related posts

આણંદ ખાતે આવી પહોચતા ટ્રેનમાં બેસી કેવડીયા જઇ રહેલા મહાનુભાવ-સાધુસંતોના પ્રતિભાવ…

Charotar Sandesh

વાસદ પાસેથી ડાલાના ગુપ્ત ખાનામાં લઈ જવાતો ૧૨૨.૦૫ કિલો પોશ ડોડા સાથે બે પકડાયા…

Charotar Sandesh

નડિયાદમાં નવલી નવરાત્રીમાં સૌરભ પરીખના સંગીતે સૌકોઈ ઝૂમશે, આદ્યશક્તિ ગ્રુપ આયોજીત બંસરી ખેલૈયા-રાસગરબા મહોત્સવ

Charotar Sandesh