Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૫,૬૬૩ કેસોનો સુખદ નિકાલ

નેશનલ લોક અદાલત

Anand : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાની કોર્ટ દ્વારા તા. ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના અધ્યક્ષશ્રી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી વી. બી. ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં એમ.એ.સી.પી. કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ ના કેસ, લગ્ન સંબંધી ફેમિલી કેસ, મહેસૂલના કેસ, મજૂરો સાથેના તકરારના કેસ, દીવાની દાવા જેવા કે ભાડા કબજાના દાવા, બેંકના કેસો, વીજળી તથા પાણીના કેસ તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેંકોના પ્રિ-લિટીગેશન કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ ૫,૬૬૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.

સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ કેસો પૈકી મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં કુલ-૮૬ કેસોનો સુખદ નિકાલ કરી રૂપિયા ૪.૦૯ કરોડ, નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ- ૧૩૮ ના ૫૭૪ કેસોનો સુખદ નિકાલ કરી રૂા. ૯.૬૪ કરોડ, ફોજદારી સમાધાન લાયક કેસ, લગ્ન સંબંધી ફેમિલી કેસ, મજૂરો સાથેના તકરારના કેસ, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વગેરે કેસો અને હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંકોના પ્રિ-લિટીગેશન કેસો મળીને કુલ- ૫,૬૬૩ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયું છે.

આ લોકઅદાલતમાં જિલ્લા ન્યાયાધીશશ્રી વી.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સચિવ શ્રી એ. જી. શેખએ બેંકના અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ સંલગ્ન વકીલશ્રીઓ સાથે વખતો વખત મીટીંગનું આયોજન કરી આ લોક અદાલતને સફળ બનાવી હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદના સચિવ શ્રી એ. જી. શેખે એક યાદીમાં જણાવ્યું છે.

Other News : ચૂંટણી : આણંદ અમૂલમાં વર્ષો બાદ નવા ચેરમેન વા.ચેરમેન જોવા મળે તેવા એંધાણ

Related posts

આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતરમાં આસ્થા સાથે હોળી દહન પર્વની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં છ જેટલા સેન્ટરો ઉપર કોરોના વેકસીન કોવીશીલ્ડ આપવાનો પ્રારંભ થયો…

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પ્રા. વિભાગમાં ધોરણ ૧ થી ૫માં વર્ચુઅલ રક્ષાબંધન પર્વની ઉજવણી

Charotar Sandesh