ન્યુદિલ્હી : એમિક્રોનના ડર વચ્ચે રસી નહીં લેનારાઓ માટે લોકડાઉન લાગુ કરવાનો પ્રસ્તાવ જર્મનીની સંસદ પાસ કરશે તો પાડોશી દેશ ઓસ્ટ્રિયા પણ આવો જ નિર્ણય લેવાનુ વિચારી રહ્યો છે.
જ્યારે ગ્રીસે પણ કહ્યુ છે કે, જાન્યુઆરી મહિનાથી રસીકરણ ફરજિયાત કરવામાં આવશે.
જર્મનીમાં અત્યાર સુધી એક લાખ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુકયા છે
બીજી તરફ બ્રિટનમાં ૨૪ કલાકમાં નવા ૫૩૦૦૦ કેસ સામે આવ્યા છે.જે જુલાઈ મહિના પછી સૌથી વધારે છે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાના દેશો નવેસરથી ચિંતામાં પડી ગયા છે ત્યારે જર્મનીએ હવે કોરોનાની રસી નહીં લેનારાઓ સામે આકરુ વલણ અપનાવ્યુ છે.
જર્મીનીના ચાન્સેલર એંજેલે મર્કેલે કહ્યુ છે કે, રસી નહીં લેનારાઓ માટે લોકડાઉન લાગુ કરાશે.આવા લોકો જાહેર જગ્યાઓ પર નહીં જઈ શકે અને જરુરી વસ્તુઓની ખરીદી પણ નહીં કરી શકે. સાથે સાથે જર્મનીએ ફેબ્રુઆરી મહિનાથી વેક્સીન ફરજિયાત કરવાનુ પણ નક્કી કર્યુ છે.
આ જાહેરાત એટલા માટે કરવી પડી છે કે, જર્મનીમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.એંજેલા મર્કેલે કહ્યુ હતુ કે, અમે સમજી ગયા છે કે, સ્થિતિ ગંભીર છે અને સરકાર વધારે આકરા નિર્ણય લેવા માંગે છે.ફેબ્રુઆરી ૨૦૨૨થી દેશમાં કોરોનાની રસીને ફરજિયાત બનાવાશે.
Other News : કેનેડામાં ઓમિક્રોન વાયરસના ૧૫ કેસ આવતા ભારતની ચિંતામાં વધારો