અમૂલ ડેરીના અધિકારીઓ અચાનક જાગ્યા અને પોલીસને સાથે રાખી તબેલા પર રેડ કરી !
Anand : ખેડામાં રૂદણ ગામમાં આવેલ એક તબેલા પર અમૂલના કર્મચારીઓ-અધિકારીઓએ અચાનક જાગી પોલીસને સાથે રાખી રેઈડ કરતાં ચકચાર મચી છે, રુદણ ગામમાં તબેલામાં માત્ર ર૦ પશુઓ છતાં હજારો લીટર દૂધ ભરાવવામાં આવતાં આશંકા જતાં ક્રાઈમ બ્રાંચ અને મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ તબેલામાં ર૦ જેટલા પશુઓનું દૂધ ૧ર૦ લીટર જેટલું થતું હોય છે, ત્યારે હાલ તો દૂધ ભરેલ ટેન્કરને કબ્જે લઈ એફએસએલમાં મોકલેલ છે, જે બાદ રિપોર્ટ આવતાં દુધનું દુધ અને પાણીનું પાણી થશે, જે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આટલી બધી માત્રામાં દૂધ કયાંથી લવાતું હતું તે તપાસમાં બહાર આવશે. આ મામલે અમૂલના નવા ચેરમેન-વાઈસ ચેરમેન વિપુલ પટેલ તથા કાંતિભાઈ સોઢા પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી.
Other News : મેડિકલ-ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું