આણંદ : શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ બૂટ-ચંપલના શો રૂમમાં કુલ ૧૭ લાખનો મુદ્દામાલ ચોરાઈ જતાં માલિકે આણંદ ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તપાસમાં કર્મચારી અને પેટલાદના શખ્સની સંડોવણી બહાર આવેલ, જેઓએ ચોરીનો મુદ્દામાલ પેટલાદ ખાતે બારોબાર વેચી મારેલ. જેથી પોલીસ બંને સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસની પુછપરછમાં કર્મચારીએ આ મુદ્દામાલ પેટલાદના જયેશ મોચીને વેચ્યો હોવાની કબુલાત કરેલ
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના બસ સ્ટેન્ડ નજીક આવેલ અગ્રવાલ શૂઝ નામનો શો રૂમ આવેલ છે, જેમાં રફિક વહોરા નામનો કર્મચારી કામ કરતો હતો, દરમ્યાન શો રૂમના માલિક નામે રોહિત અગ્રવાલે ૧ વર્ષનો સ્ટોકપત્રકની મેળવણી કરેલ, જેમાં રૂ. ૧૭ લાખ જેવી માતબર ઘટ જોવા મળેલ, આ અંગે તપાસ હાથ ધરેલ. જેમાં કર્મચારી રફીક વહોરાએ એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન બુટ-ચપ્પલની ચોરી કરેલ હોવાનું માલૂમ પડેલ. જેમાં ફરિયાદ નોંધાઈ બાદ પોલીસની પુછપરછમાં કર્મચારીએ આ મુદ્દામાલ પેટલાદના જયેશ મોચીને વેચ્યો હોવાની કબુલાત કરેલ. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Other News : આણંદ : ઈન્શ્યોરન્શ પોલીસીના હપ્તાના પૈસાની બાબતે એજન્ટ ઉપર જીવલેણ હુમલો