Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત પ લાખ લોકો સહભાગી થશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી

આણંદ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ

આણંદ : વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (internation yog din) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity)ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલના  અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે, જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહેનાર છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (internation yog din) અંતર્ગત આજે તા. ૨૧મીના રોજ સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સવારે ૬.૩૦ કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરવામાં આવનાર છે. આજ રીતે દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને  સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે CM ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ મેમોરીયલની પણ આઈકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. જયાં યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક-સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓની સાથે જિલ્લાભરમાં શાળા, કોલેજ, આઇ.ટી.આઇ., પોલિટેકનીક, યુનિવર્સિટી, નગરપાલિકાઓના જાહેર સ્થળો, સોસાયટીઓ સહિત રમત-ગમતના મેદાનો ઉપરાંત વિવિધ સ્થળોએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે .

જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમોમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના સહિત જિલ્લાના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, સહિત અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

Other News : અયોધ્યામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ સેમ્પલની ચકાસણી માટે સુરક્ષિત કેબીન મુકવામાં આવી…

Charotar Sandesh

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ૫૧ ગામની ૧૦૧ દિકરીઓને દત્તક લેશે…

Charotar Sandesh

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh