Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હર ઘર તિરંગા માટે એક નવતર પહેલ

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ

આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “હર ઘર તિરંગા” (har ghar tiranga) ના પરિપ્રેક્ષ્યમાં આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી. તિરંગાનું ગૌરવગાન તથા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના હેતુસર આણંદ જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતા ચૌધરી તથા આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પટેલના માર્ગદર્શન હેઠળ આણંદના શિક્ષિકા શ્રદ્ધા ભાવસાર અમીન (અલબેલી ગુજરાતણ)દ્વારા હર ઘર તિરંગા (har ghar tiranga) નું જોશીલું ગીત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યું. આણંદ જિલ્લા શિક્ષણ વિભાગની આ પહેલ ખરેખર સરાહનીય છે.

GNB ફિલ્મ્સ પ્રોડક્શન હેઠળ રજૂ થયેલા આ ગીતમાં ગીતકાર શ્રદ્ધા ભાવસારે સુંદર શબ્દોને ઓપ આપ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે તથા તેમના દીકરા હેનિલ અમીને આ ગીતમાં સૂર આપેલ છે.આ ગીત નિર્માણમાં વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા જી.એન.ભાવસાર તથા ધવલ અમીન દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.

આણંદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય બી.એમ.ગઢવી તથા આણંદ બી.આર.સી.સી જલદીપ પટેલે પણ સહયોગ આપ્યો છે

વિવિધ શાળાના આચાર્યશ્રી તથા બાળકોએ પણ આ ગીતમાં વિશેષ રસ દાખવી સહયોગ આપેલ છે.જી.એન.બી ફિલ્મ્સ તે સૌનો આભાર માને છે.હર ઘર તિરંગાનું આ ગીત સોશિયલ મીડિયામાં પ્રજાજનોએ વધાવી લીધું છે.

Other News : આણંદ પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓ ઉપર કામચલાઉ મરામત કર્યા બાદ પુનઃ વરસાદી ખાડાઓ પડી ગયા

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

Charotar Sandesh

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કુલ ઉમરેઠનું ધોરણ ૧૦ બોર્ડના તેજસ્વી તારલાઓનું રીઝલ્ટ

Charotar Sandesh

અમૂલની ચૂંટણી, પરિણામો જાહેર : આણંદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા વિજયી થયા…

Charotar Sandesh