Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : સારેગામા મોબાઈલ શોપમાંથી આધાર-પુરાવા વગરના ૧૦.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : ૧ની ધરપકડ

સારેગામા મોબાઈલ શોપ

સારેગામા મોબાઈલ શોપમાંથી આધાર પુરાવા વગર જુના મોબાઈલ લે-વેચ કરતા ઈસમને કુલ મોબાઈલ ફોન નંગ-૨૭, કુલ કિમંત રૂ.૧૦,૫૧,૦૦૦/- સાથે ઝડપી પાડતી આણંદ ટાઉન પોલીસ (સર્વેલન્સ સ્કોડ)

આણંદ : જીલ્લા પોલીસ વડાશ્રી પ્રવિણકુમાર મીણા સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબધિત બનાવો અટકાવવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ આણંદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ આણંદ જીલ્લામાં બનેલ મિલ્કત સંબધિત બનાવો અટકવવા બાબતે પો.ઇન્સ.શ્રી એચ.આર.બ્રહ્મભટ્ટ સાહેબ નાઓની આગેવાની હેઠળ આણંદ ટાઉન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ પો.સ.ઇ.શ્રી જી.એમ.પાવરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલ.

તે દરમ્યાન પો.સ.ઈ.શ્રી જી.એમ.પાવરા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આણંદ શહેરમાં ગોપાલ ચોકડી પાસે આવેલ સારેગામા મોબાઇલ શોપમાં રેડ કરતા કુલ ૨૭ નંગ મોબાઈલ/ટેબ્લેટ મળી આવેલ જેના દુકાનમાલિક પાસે બીલ કે આધાર પુરાવા ન હોય જે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાના પાક્કી બાતમી હકીકત આધારે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી દુકાનમાલિક સાગરભાઈ ચંદુભાઈ પટેલ ઉવ.૪૪, રહે. સરદાર ચોક, વઘાસી, તા.જી.આણંદ નાઓને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ છે અને સદર મળી આવેલ આધાર પુરાવા વગરના મોબાઈલ ફોન બાબતે તલસ્પર્શી તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આણંદ : જિલ્લામાં નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.

Other News : જાહેરનામું : આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

Related posts

આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા : આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ : પિતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રકાંતના જીવનમાં સ્પો્ન્સરશીપ યોજનાએ પ્રાણ પૂર્યો…

Charotar Sandesh

મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની આત્મચિંતન શિબિર યોજાઇ : લવ જેહાદ, વ્યસન અને પાટીદાર સમાજમાં જેન્ડર રેશિયો અંગે ચર્ચા

Charotar Sandesh