આણંદ : વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રૂમેન્ટેશન સેન્ટર સમગ્ર કાર્યક્રમનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં વિધિવત રીતે જાહેર કરી કાર્યક્રમ માટે ની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ અગાવ પણ ૨૦૦૭ અને ૨૦૧૭ માં આજ પ્રકારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ ની તરીખોમાં ફેરફાર કરવામાં આવી ચુક્યો છે, ત્યારે વર્ષ ૨૦૨૧ માં યોજાનાર પદવીદાન સમારંભ માં પણ તારીખ માં બદલાવ આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૪મો વાર્ષિક પદવીદાન તારીખ ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ ન રોજ સમારંભ યોજાનાર હતો પણ જે હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. પદવીદાન સમારંભની નવી તારીખ યુનિવર્સિટી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે, જેની તામામ વિદ્યાર્થીઓ ને જાણ કરવામાં આવી રહી છે.
સરદાર પટેલ યુનિવર્સિટી જે આણંદ પાસે બનેલ દેશના પ્રથમ પ્લાન ટાઉન વલ્લભવિદ્યાનગર ખાતે તેની સ્થાપના ડિસેમ્બર ૧૯૫૫માં તત્કાલિન બોમ્બે પ્રાંતની વિધાનસભાના કાયદા દ્વારા કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૧૯૬૮માં UGC એક્ટના ૨(ક) હેઠળ UGCને માન્યતા આપવામાં આવી હતી. ગ્રામીણ યુનિવર્સિટી પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદ માં ૧૫ ડિસેમ્બર તેની સ્થાપના ના દિવસે પદવીદાન કાર્યક્રમ યોજાય છે.
યુનિવર્સિટીના રજીસ્ટારના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧ માં ૬૪ મો પદવીદાન સમારંભ યોજાનાર હતો
જે જિલ્લામાં ચાલતી ગ્રામપંચાયત ની ચૂંટણી ને લઈ આચારસંહિતા લાગુ હોય કાર્યક્રમ ની તારીખ મુલતવી રાખવામાં આવી છે, હાલ આગામી તારીખ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી,પરંતુ જલ્દી આગામી કાર્યક્રમ અંગે ની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૧ માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં થી અંદાજિત ૧૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પદવી પ્રાપ્ત કરવાના છે જેમાંથી ગ્રેડ આધારિત ૧૨૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે માર્ક આધારિત ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને પદવી મળવાની છે,જે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ વિદ્યા શાખા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે.
Other News : વિશ્વ દિવ્યાંગ દિને વડતાલ ધામના આંગણે યોજાયો દિવ્યાંગજનોની સેવાનો યજ્ઞ