Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ગામડીમાં ૧.૩૦ લાખની સામે ૪ વર્ષમાં ૩.૮૪ લાખ વ્યાજ વસુલી સતામણી કરનાર મહિલા સામે ફરિયાદ

આણંદ : ગામડીમાં

આણંદ-ઉમરેઠ-ભાલેજ-હાડગુડ-ગામડીમાં ઉંચા ટકાએ વ્યાજ વસુલતા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

રાજ્યભરમાં વ્યાજખોરીના ગોરખધંધાને અંકુશમાં લાવવા સરકાર દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ત્યારે આણંદ નજીક આવેલ ગામડીમાં ઉછીના આપેલા ૧.૩૦ લાખની સામે દરરોજ ૩૦૦ રૂપિયા વ્યાજ પેટે વસુલ કરીને ચાર વર્ષના અંતે ૩.૮૪ લાખ વ્યાજ વસુલ કરીને સતામણી કરતા આ અંગે પોલિસ ફરિયાદ દાખલ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરીખભુવનની સેમ્યુઅલભાઈની ચાલીમાં રહેતી ફરિયાદી સાયનાબીબી શરીફમીંયા મલેકે લાયસન્સ વગર વ્યાજે પૈસા આપવાનો ધંધો કરતા તાહેરાબીબી પીરમહંમદભાઈ મલેક (રે.નવાપુરા, ગામડી)પાસેથી ૧.૩૦ લાખ રૂપિયા ઉછીના લીઘા હતા. જે પેટે દર મહિને ૮ હજાર વ્યાજ આપતા હતા.ત્યારબાદ દરરોજ ૩૦૦ રૂપિયા લેખે ગેરકાયદેસર વ્યાજની વસુલી કરવાનું ચાલુ કરતા સાયનાબીબી આપી શક્યા નહોતા જેથી તેણીની સતામણી શરૂ કરી દીધી હતી અને બળજબરીપુર્વક વ્યાજના પૈસાની વસુલી કરી, મુડી જેમની તેમ રાખીને મહિને ૩.૮૪ લાખ રૂપિયા વ્યાજ વસુલ કર્યું હતુ.

આ અંગે તેણીએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

Other News : પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર : ઉત્તરાયણના દિવસે પવનને લઈ કરાઈ આગાહી, જુઓ

Related posts

ખેડા : ફ્રી-ફાયર ગેમ રમવા બાબતે નાનાભાઈએ મોબાઈલ ના આપતા મોટાભાઈએ હત્યા કરી નાંખી

Charotar Sandesh

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ અક્ષર ફાર્મ ખાતેથી આણંદ જિલ્લાને રૂપિયા ૨૭૦ કરોડથી વધુના આ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે

Charotar Sandesh

રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર…

Charotar Sandesh