આણંદ મદદનીશ શ્રમ આયુક્તની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે તારાપુર મામલતદારશ્રી દ્વારા આણંદ જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરીને બાળમજૂરીની કરેલ ફરિયાદ સંદર્ભે મદદનીશ શ્રમ આયુકતની ટીમ દ્વારા સધન તપાસ હોય ધરતાં તારાપુર તાલુકાના કાસબારા ગામ ખાતે આવેલ હોટેલ બલદેવ કાઠિયાવાડી (ચોટીલાવાળા) ને ત્યાં કુલ પાંચ બાળમજૂરો મળી આવ્યા હતા.
મદદનીશ શ્રમ આયુકતની ટીમ દ્વારા મુક્ત કરીને આણંદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા હતા
જ્યારે હોટેલ કાઠિયાવાડી (ચોટીલાવાળા) ના માલિક સામે બાળ અને તરૂલ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમ) અધિનિયમ-૧૯૮૬ હેઠળ એફ.આઇ.આર. કરી શ્રમ કાયદા હેઠળ તપાસનોંધ આપી આણંદ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Other News : વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ : આણંદ જિલ્લાની ૨૦૧૭ ની ચૂંટણીનાં લેખા જોખા