Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ જીજ્ઞેશ પટેલ

પ્રમુખ

આણંદ : નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં પુનઃ ભાજપે કબ્જો જમાવ્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે.

જેમાં પ્રમુખ તરીકે જીજ્ઞેશ પટેલ, ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢીયાર, તેમજ કારોબારી ચેરમેન તરીકે નિલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે

આ સાથે આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થતી હોવાથી બીજી ટર્મ માટેની ચૂંટણીનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગતરોજ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા અને તારાપુર મળીને ૬ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવારોએ જ ફોર્મ ભરેલ હોવાથી તેઓ બિનહરિફ થયા હતા, ત્યારે ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Other News : આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Related posts

આણંદ શહેર જિલ્લામાં ત્રણ સ્થળોએ ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

સૌથી મોટું કૌભાંડ : આણંદ-વડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજારી કરતા પ ઈસમો ઝડપાયા…

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh