Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદવાસીઓ આનંદો : પાલિકા મહાનગરપાલિકામાં ફેરવાશે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મોટી જાહેરાત

મહાનગરપાલિકા

આણંદવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે : MP મિતેશભાઈ પટેલ

નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે

આણંદ : શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજે Gujarat Assembly ના બજેટ સત્ર (Budgets)માં કરાઈ છે, જેને પગલે નગરજનોમાં ખુશી પ્રવર્તી છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના આસપાસના વિસ્તારોમાં વિકાસના કામો નજરે પડી રહ્યા છે, જેથી જાગૃત નાગરિકો દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે રજૂઆતો કરવામાં આવતી હતી, જે દરખાસ્ત સરકાર સુધી મોકલવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આણંદ જિલ્લો એ NRIનું ગઢ કહેવામાં આવે છે, ત્યારે શહેરમાં બાકી રહેલ વિકાસના કામો હવે પૂર્ણ થશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે તેમજ આસપાસના ગામોનો વિકાસ (Growth) ઝડપથી થશે અને તેનો લાભ નગરજનોને મળશે.

Other News : ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Related posts

આણંદ : સફળતાપૂર્વક યોગ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ૦૩ યોગ કોચ અને ૧૭ યોગ ટ્રેનરને પ્રમાણપત્રો એનાયત…

Charotar Sandesh

આણંદ જિલ્‍લા પંચાયત ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh