Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : પીપળાવ સીમમાં ૫૯.૮૪ લાખની આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો : ૩ની ધરપકડ

પીપળાવ ગામ
સુરત ખાતે પેઢીમાં અગાઉ કામ કરતા શખ્સે જ લૂંટની ટીપ્સ આપી હતી
૨૦ કેરેટના કાચા-પાકા હીરા, ઈકો, આઈ-૨૦ કારો તેમજ ત્રણ મોબાઈલ સહિત કુલ ૧૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આણંદ : તારીખ ૨૭-૭-૨૦૨૧ ના રોજ રાત્રિના ૦૧ઃ૩૦ વાગે પીપળાવ સીમ આણંદ તારાપુર રોડ ઉપર ટાટા જેસ્ટ ગાડી નંબર જીજે૧૫ સીએ વી૩૧૦૧ ને રોકીને બે ફોર વીલ વાહનોમાંથી અજાણ્યા ઇસમો ઉત રીને ગાડીના આગળના કાચના ભાગે તથા ડ્રાઈવર સાઈડ ના બંને કાચો ઉપર લાકડાના ડંડા મારી મરચાની ભૂકી નાંખીને ગાડીમાં આંગળીયા પેઢી નો થેલો જેમાં સોનાના તથા સોના તથા હીરાના પડીકા કુલ કિંમત ૫૯ લાખ ૮૪૦૦૦ હજાર ના મતાની લૂંટ કરીને ફરાર થઈ ગયેલ હતા.

  • આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા પીપળાવ ગામની સીમમાં સાતેક દિવસ પહેલા મધ્યરાત્રીના સુમારે ૫૯.૮૪ લાખની થયેલી આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલવામાં આખરે આણંદ પોલીસને સફળતા મળી છે

જે બનાવ અનુસંધાને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ સાહેબ શ્રી સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ખંભાત વિભાગ ના શ્રી ભારતીબેન જે પંડ્યા ના સુપરવિઝન હેઠળ ડિવિઝનના અધિકારી આણંદ એલ.સી.બી તથા ખંભાત ડિવિઝનના અધિકારી તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટ બાબતે ટેકનિકલ સર્વેલન્સ તથા હુમન સોસીસ આધારે તપાસ કરતા લૂંટ માં વપરાયેલ eeco ગાડી Gj ૨૪ એ એ v૯૨૭૧ પોકેટ કોપ માંથી સર્ચ કરતા eeco ગાડી ખારી ધારીયાલ ગામ તાલુકો ચાણસ્મા જીલ્લો પાટણ અતુલ જી ગોડા જી ઠાકોર ના નામની નીકળી હતી આ ગાડી બાબતે વધુ તપાસ કરતા તેનો ડ્રાઈવર કપુરજી ગાન્ડા જી ઠાકોર તાલુકો રહે ખારી ધારીયાલ તાલુકો ચાણસ્મા જીલ્લો પાટણ પીઠી માનુ મંદિર ઠાકોર વાસ તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમની સાથે આઠ આરોપી હોય એવી માહિતી મળી હતી.

જેને લઈને પોતાના સાગરિતો વિક્રમજી ભવાનજી ઠાકોર (રે. રૂખપુર, ચાણસ્મા), પ્રકાશ ઉર્ફે ભુદર પરબતભાઈ રાવળ (ખારીધારીયાલ, ચાણસ્મા), વિનાજી લીલાજી ઠાકોર ((રે. ખારીધારીયાલ, ચાણસ્મા), દર્શનભાઈ ઉર્ફે લાલો આવડદાન ગઢવી (ખાંભેલ, તા. બહુચરાજી), અફઝલ ઉર્ફે અજો નાગોરી (રે. ચન્દ્રોડા, બહુચરાજી), સિકંદર ઉર્ફે નાગોરી (રે. ચન્દ્રોડા, બહુચરાજી) અને હારૂનખાન ઉર્ફે બક્સો નાગોરી (રે. ચન્દ્રોડા, બહુચરાજી)ની સાથે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે નિકુલસિંહ અને ત્યારબાદ વિક્રમજી સહિત કુલ ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સો પાસેથી કાચા-પાકા હીરા આશરે ૨૦ કેરેટના કે જેની કિંમત ૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે, ઈકો કાર, આઈ-૨૦ કાર અને ત્રણ મોબાઈલ સહિત કુલ ૧૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Other News : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન

Related posts

કોંગ્રેસના ગઢ આંકલાવમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યા કોંગ્રેસ-આપ ઉપર આકરા પ્રહાર, જુઓ

Charotar Sandesh

ઉમરેઠના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનો ૧૬૨મો વાર્ષિકોત્સવ ઉજવાયો

Charotar Sandesh

વડોદ તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી વડોદ ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

Charotar Sandesh