Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં મોબાઈલ લઈ લેવા બાબતે થયેલ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

આજીવન કેદની સજા

આણંદ : શહેરના N S Patel Circle નજીક મોબાઈલ-ગાડીની ચાવી લઈ લેવા મામલે ઝઘડો થતાં માથાભારે શખ્સે બે યુવકને ચપ્પાના ઘા મારી દીધેલ, જેમાં એકનું મૃત્યુ નિપજેલ. આ અંગે પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધેલ હતો. આ કેસ ચોથા એડીશનલ સેસન્સ જજ S.A.Nakum ની કોર્ટ આણંદમાં ચાલેલ.

જ્યાં કોર્ટે આજરોજ Nilesh Parmar ને આરોપી જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ ફરમાવેલ છે

પ્રાપ્ત માહિતી અનુસાર, નિલેશકુમાર પરમાર રહે. સાગર એપાર્ટમેન્ટ, ગણેશ ચોકડી નાએ ૮મી નવેમ્બર ૨૦૧૯ના રોજ ચીમનભાઈનો મોબાઇલ-ચાવી લઈ લીધેલ, દરમ્યાન મૈત્રીક આશીષ પટેલ અને શશાંક ભાટીયા બીજા દિવસે ૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ મોડી રાત્રે નિલેશને શહેરની મધ્યમાં આવેલ એનએસ પટેલ સર્કલ નજીક ભેગા થયા હતા, જ્યાં મોબાઇલ અને ચાવી બાબતે ઝઘડો થતા નિલેશ ઉશ્કેરાઇ ગયેલ, ચપ્પાથી શશાંક ભાટીયા પર હુમલો કરી તેને છાતી-પેટના ભાગે ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધેલ, જ્યારે વચ્ચે પડેલ મૈત્રીકને પણ પગના ભાગે ચપ્પાના ઘા ઝીંકતા ગંભીર ઇજાઓ પહોંચેલ, દરમ્યાન આ ઘટનામાં શશાંકનું મોત નિપજેલ.

આ બાબતે આણંદ પોલીસે હત્યા, હત્યાની કોશીષ સહિતની કલમો મુજબ નિલેશ parmar સાથે ખુમાનસિંહ parmar અને વિજય ગોહિલ (રહે. Lotiya ભાગોળ) વિરુદ્ધ ગુનો નોંધી તેઓની અટકાયત કરેલ, જે બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. જે કેસ ચોથા એડીશ્નલ સેસન્સ જજ S.A.Nakum ની Court માં ચાલેલ, જ્યાં સરકારી વકિલ J.S. Gadhvi ની દલીલો, ૪૫ દસ્તાવેજી પુરાવા, 14 મૌખિક પુરાવા મુજબ આણંદ કોર્ટે Nilesh Parmar ને આરોપી જાહેર કરી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને રૂ. ૧ લાખનો દંડ ફરમાવેલ છે.

Other News : ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ભાલેજ ઓવરબ્રિજ નિર્માણનો મુદ્દો અભરાઇ પર ચઢ્યો ! મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર ?

Related posts

એશિયામાં નંબર વન અમૂલ ડેરીનું ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : અર્થતંત્ર-રોજગારી માટે આશીર્વાદરૂપ

Charotar Sandesh

આણંદ શહેર સહિત ખંભાત-ઉમરેઠ-પેટલાદમાં આજે વધુ ૧૧ લોકો કોરોનાની ઝપેટમાં…

Charotar Sandesh

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

Charotar Sandesh