Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ગણેશ ચોકડીથી સોજિત્રા તરફના માર્ગ પર આ તારિખ સુધી અવર-જવર કરવા પ્રતિબંધ મૂકાયો

ગણેશ ચોકડીથી સોજિત્રા

આણંદ : બોરસદ ચોકડી ખાતે આવેલ રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં.૬૪ (દાંડી માર્ગ) પર બોરસદ ચોકડી પાસે રેલ્‍વે L.C. No. 3X ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોઇ ગણેશ ચોકડીથી સોજિત્રા તરફ જતો રસ્‍તો બંધ કરવો જરૂરી હોઇ આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પી. સી. ઠાકોરએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી)થી મળેલ સત્તાની રૂઇએ તા. ૨૮/૯/૨૧થી અમલમાં આવે તે રીતે તા. ૨૯/૧૨/૨૦૨૧ સુધી ગણેશ ચોકડીથી સોજિત્રા તરફ જતા રસ્‍તા પરથી પસાર થતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.

તા. ૨૯/૧૨/૨૦૨૧ સુધી ગણેશ ચોકડીથી સોજિત્રા તરફ જતા રસ્‍તા પરથી પસાર થતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે

આ માર્ગ પરથી પસાર થતા વાહનો માટે વૈકલ્‍પિક રૂટ આપવામાં આવેલ છે તે મુજબ ગણેશ ચોકડીથી સોજિત્રા તરફ જતા ડાબી બાજુએ આવેલ એન.ડી.ડી.બી. જવાના રોડથી વેટરનરી કોલેજ પાસેથી નીકળીને ચોકડી થઇને બોરસદ તરફ જતા રસ્‍તા પર થઇને સેન્‍ટ્રલ વેર હાઉસની સામે બાજુએ જતા રસ્‍તેથી પસાર થઇને ઉમા ભવન થઇને સોજિત્રા/તારાપુર તરફ જઇ શકશે, વડોદરા તરફથી આવતા વાહનો ગણેશ ચોકડી થઇને આણંદ શહેરમાં પ્રવેશી શકશે.

સોજિત્રા-તારાપુર તરફથી આવતા વાહનો ઉમાભવન થઇને સેન્‍ટ્રલ વેર હાઉસથી બોરસદ રોડ થઇને વેટરનરી કોલેજ પાસેથી નીકળીને એન.ડી.ડી.બી. જવાના રસ્‍તે થઇને ગણેશ ચોકડી તરફ જઇ શકાશે જયારે સોજિત્રા-તારાપુર તરફથી આવતા વાહનો રેલ્‍વે ફાટક નં. ૪(અમીન ઓટો) તરફથી આણંદ શહેરમાં પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

આણંદ : ચિખોદરા પશુદાણ ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સોની ધરપકડ…

Charotar Sandesh

આગામી વિધાનસભા જંગનો ધમધમાટ શરૂ : ઉમરેઠ-પેટલાદ કોંગ્રેસ બેઠક મહિલાઓને ફાળવવા રજૂઆત

Charotar Sandesh

સોજીત્રામાં જિલ્લા કક્ષાના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી…

Charotar Sandesh