Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : મેરા ભારત મેરી  દિવાલી અંતર્ગત સ્વચ્છતા હી સેવા ટ્રાફિક જાગૃતિ  કાર્યક્રમ યોજાયા

ટ્રાફિક જાગૃતિ

ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી માય ભારત ની કાર્યાલય દ્વારા હાલ માં જ ટ્રાફિક પોલીસ વિભાગ  સાથે માય ભારત દિવાલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમ અંતર્ગત ગણેશ ચોકડી,ચિખોદરા ચોકડી ખાતેનેહરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી. સાથે સાથે  ગંજ બઝાર,વિદ્યાનગર નાના માર્કેટ ખાતે નેહરુ યુવા કેન્દ્ર ના યુવાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમ અંતર્ગત વિવિધ હોસ્પિટલ ખાતે પણ સ્વયંસેવકો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી

કાર્યક્રમમાં  શ્રી એ.ડી દેસાઈ,પી આઈ,ટ્રાફિક પોલીસ આણંદ, શ્રી અક્ષય શર્મા જિલા યુવા અધિકારીજાતે હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો. આગામી સમયો માં આવા વિવિધ કાર્યક્રમો નું આયોજન  સુધી જુદી જુદી જગ્યાઓ પર નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા માય ભારત અંતર્ગત કાર્યક્રમો યોજાશે.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી સંજય પટેલ,પ્રોગ્રામ કન્વીનર દ્વારા માય ભારત,આણંદની કચેરી ના સેવા કર્મી મિત્રો ના સહયોગ થી -માય ભારત રાજ્ય કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Jignesh Patel, Anand

Other News : મહાસત્તાની સત્તા : અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય

Related posts

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

બહેનની છેડતી કર્યાની બાબતે ૪ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

Charotar Sandesh

તમાકુના વેચાણ માટે પુનઃ હરાજીમાં વેપારીઓ હાજર નહીં રહે, તો ગાંધી ચિધ્યા માર્ગે જવાની ચીમકી…

Charotar Sandesh