Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ૪ હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

વડતાલધામમાં સ્વામિનારાયણ

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે રવિવારના રોજ દેવોને ૪ હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.

આ ઉપરાંત સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી મંદિરમાં બિરાજતા દેવોનો છારોડી ગુરુકુલના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથીરાજોપચાર પૂજન કરાયું હતું. જ્યારે ૧ હજાર કિલો પુષ્પ પાંદડીઓથી દેવોનો ભવ્યાતિભવ્ય પુષ્પાભિષેક કરાયો હતો. મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, નાસિકના પુરાણી જ્ઞાનજીવન સ્વામીની સેવા અનોખી છે. વડતાલ ધામ હવે ઉત્સવ ધામ બની ગયું છે. હરિભક્તો શ્રીજીના રાજીપા અર્થે અવનવા વાઘા તથા વિવિધ ફળોના અન્નકૂટ, વિવિધ ડ્રાયફ્રુટ અન્નકૂટ ભરી દેવોનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.

હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

આજે રવિવારના રોજ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસીકવાળાની પ્રેરણાથી તેમના જ સેવક પૂ માધવ સ્વામી – તપોવન બ્રહ્મચર્યાશ્રમ સ્વામિનારાયણ મંદિર નાસિક શિષ્ય તથા સેવક મંડળ દ્વારા વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું છારોડી ગુરુકુલના પવિત્ર ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.

આ સાથે દેવોનું ૧ હજાર કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પા અભિષેક કરાયો હતો. રાજોપચાર પૂજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના જયધોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક તથા યજમાન પરિવાર ને પુષ્પમાળા પહેરાવીને પુષ્પ પાદડીઓથી અભિષેક કરી સન્માનિત કર્યા હતા.

Other News : આંકલાવ વિધાનસભા કોગ્રેસ ધ્વારા મારું બુથ,મારું ગૌરવ સભ્ય નોંધણી અભિયાન બેઠક યોજાઈ

Related posts

Swiggyનો ડિલવરી બોય રાહુલ મહિડા ફૂડ સાથે દારૂ અને બિયરની હેરાફેરી કરતો ઝડપાયો…

Charotar Sandesh

ઓવરટેક મામલે બાઈકચાલક પર હુમલો કરતા આણંદ MLAના બંને દિકરાઓ સામે પોલિસે ગુનો નોંધ્યો

Charotar Sandesh

પ્રી-મોન્સુન પ્લાનના ભાગરુપે આણંદ જિલ્લામાં મોકડ્રીલ યોજાઇ…

Charotar Sandesh