આણંદ : આણંદ જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ નિવાસી તાલીમ વર્ગ શરૂ થનાર છે. આ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો કે જેમણે ગોધરા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળામાં ઓન લાઈન અરજી કરેલ હોઈ તેમણે જરૂરી શૈક્ષણીક લાયકાત ધો-૮ પાસ દરેક વિષયમાં ૩૩ટકા માર્ક્સ અને ધો-૧૦ પાસ ઉમેદવારો ૪૫ ટકા સાથે દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ તથા ધો-૧૨ પાસ ૬૦ ટકા દરેક વિષયમાં ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ.
શારીરિક ક્ષમતા ઉચાઇ : ૧૬૮ સેમી, છાતી : ૭૭ સેમી ફુલાવ્યા વગર, ૮૨ સેમી ફુલાવીને, વજન-૫૦ કિલોગ્રામ હોવું જોઈએ.
ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા તમામની બે ઝેરોક્ષ કોપી અને ૪ પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ, બેંક પાસબુકની બે ઝેરોક્ષ કોપી સાથે તારીખ:૧૫/૦૭/૨૦૨૧ ગુરુવારનાં રોજ સમય: ૦૬:૩૦ કલાકે સવારના સ્થળ:ગુરુકુલ એકેડમી, મોટા બજાર નજીક, કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગર ખાતે હાજર રહેવા અંગેની જાણ કરવામાં આવે છે.
વધુ વિગતો માટે રોજગાર સેતુ કોલ સેન્ટર મો-૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધીકારીએ એક યાદીમાં જણાવ્યું છે.
Other News : આણંદ : પુરી-ગાંધીધામ એક્ષપ્રેસમાંથી ચાર શખ્સો ૪૦ કિલો ગાંજા સામે પકડાયા