Charotar Sandesh
ઈન્ડિયા

આર્મી અગ્નિવીરોની ભરતી ગાઈડલાઈન જાહેર : આ તારીખથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે, જુઓ કેવા લાભો મળશે

અગ્નિપથ યોજના (agnipath yojana)

Army અગ્નિવીરોની ભરતી ગાઈડલાઈન જાહેર : ૧ જુલાઈથી Online Registration થશે, ૮મું પાસ પણ એપ્લાય કરી શકશે; મળશે ૧ કરોડ સુધીનો Insurance

ન્યુદિલ્હી : અગ્નિપથને લઈને વિરોધ પ્રદર્શન (protest) અને ભારત બંધના એલાન વચ્ચે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં સ્થિતિ સામાન્ય છે. સેનામાં નવી ભરતીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (agnipath yojana) ના વિરોધમાં, જ્યારે એક તરફ દેશના ઘણા ભાગોમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નવી ભરતીને લઈને સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અગ્નિપથ યોજના (agnipath yojana) સ્કીમ અંતર્ગત ભરતી માટે આજે સોમવારે નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં અગ્નિવીરોની ભરતી માટે ૧ જુલાઈથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. નોટિફિકેશન પ્રમાણે એમાં ૮મું અને ૧૦મું ધોરણ પાસ યુવકો પણ અપ્લાય કરી શકશે. નોટિફિકેશનમાં યોગ્યતા, ભરતી પ્રક્રિયા, વેતન-ભથ્થાથી લઈને સર્વિસ રૂલ્સ વિશેની માહિતી અપાઈ છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન joinindianarmy.nic.in વેબસાઈટ ઉપર કરી શકાશે, નિયમ અનુસાર અગ્નિપથ યોજના (agnipath yojana) અંતર્ગત ચાર વર્ષ માટે ભરતી કરાશે.

આ માટે રજીસ્ટ્રેશન ૧ જુલાઈથી શરૂ થશે. આર્મીમાં પાંચ અલગ-અલગ કેટેગરીના અગ્નિવીરોની ભરતી થશે. આ પ્રમાણે કેટેગરી પડાઈ છે.

અહીં બીજી તરફ અગ્નિપથ યોજના (agnipath yojana) ને લઈને ભારત બંધની વ્યાપક અસર જોવા મળી હતી, નવી દિલ્હી નજીક શિવાજી બ્રિજ પર એક ટ્રેન રોકવામાં આવેલ, દરમ્યાન સ્થાનિક પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા અને ટ્રેનનો રૂટ મોકળો કરાયો હતો, અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ૧૮૧ મેલ એક્સપ્રેસ જ્યારે ૩૪૮ પેસેન્જર ટ્રેનો પણ રદ કરાઈ છે. આ બાબતે રેલ્વે મંત્રાલયે જણાવેલ કે, આ સિવાય ૪ મેલ એક્સપ્રેસ અને ૬ પેસેન્જર ટ્રેનો કેન્સલ અથવા અસ્થાયી રૂપે રદ કરાઈ છે. કોઈ ટ્રેન ડાયવર્ટ કરાઈ ન હતી.

Other News : હિંસા કરનારાઓનું નામ એફઆઈઆરમાં આવશે તો અગ્નિવીરોને પડશે આ મુશ્કેલી : સેનાની ચેતવણી

Related posts

વેલ્લોર સીટ પર ૧૮ એપ્રિલે મતદાન યોજાવાનું છે વેલ્લોરમાં કરોડોની કેશ મળતાં ચૂંટણી રદ કરવા રાષ્ટÙપતિને ભલામણ કરાઈ

Charotar Sandesh

અટલ ટનલનું ૨૬ વર્ષનું કામ અમે ૬ વર્ષમાં પૂરું કરી બતાવ્યું : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ચીનમાં ફસાયેલા ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરાયા…

Charotar Sandesh