Charotar Sandesh
અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ધર્મ ભક્તિ યૂથ ઝોન

“મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” : મહાત્મા ગાંધીએ ૯૩ વર્ષ પહેલા જાહેર સભામાં જણાવેલ…

  • “મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” – મહાત્મા ગાંધી. ૯૩ વર્ષ પહેલા આ મહિનામાં ગાંધીએ જાહેર સભામાં કહ્યું હતું…

બારડોલી સત્યાગ્રહના સુત્રધાર નાયક લોખંડી પુરૂષ શ્રીમાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ જૂન,1928 ના મહિનામાં બારડોલી સત્યાગ્રહ ના જનઅભિયાન દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના “સરદાર” માનીને આ નામ આપ્યું હતું. ત્યારે સરદારે પણ બારડોલી સત્યાગ્રહની ઉજવણી વેળા અમદાવાદમાં આપેલા ભાષણમાં બારડોલીની પ્રજાને ને કહ્યું હતું કે, “બારડોલીના માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, તેને કોઈ સન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્ર ઘસીને પીવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી દશા હિન્દુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય, ટો તે જડીબુટ્ટી આપનારને છે. કઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે, જેને સયમ પાળી અને તેમ કરીને હિન્દુસ્તાનનો પ્રેમ મેળવ્યો. બીજા કોઈને માંન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે… જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે.”
વલ્લભભાઈએ તા. ૧૨-૦૨-૧૯૨૮ થી સત્યાગ્રહની આગેવાની લીધી. વલ્લભભાઈએ બારડોલી જઈ મુખ્ય કાર્યકરોની છાવણી ઊભી કરી અને દરેકના વિભાગપતિ નીમ્યા. મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, સુમંત મહેતા, જુગતરામ દવે, ડો.ચન્દુલાલ દેસાઈ(છોટે સરદાર), બળવંતરાય મહેતા, કલ્યાણજી કુવરજી વગેરે કાર્યકરોએ લડતના મોરચા સાંભળ્યા. “સત્યાગ્રહ પત્રિકા” નિયમિત પ્રગટ કરવાની જવાબદારી જુગતરામ કાકા, પ્યારેલાલ, ચીમનલાલ ભટ્ટ અને મગનભાઈ દેસાઈએ સાંભળી. વલ્લભભાઈના જુસ્સાદાર અને હિમંતભર્યા ભાષણોથી ખેડૂતોમાં શુરાતન પ્રગટ્યું. જમીનો અને મિલકતો જપ્ત થવા છતાં ખેડૂતોએ ખમીર જાળવ્યું. દેશભરના લોકોએ “બારડોલી દિન” ઉજવીને ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ દર્શાવી.
ત્યાર બાદ સરદાર પટેલે બારડોલી તાલુકાના સૌ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. પરીખ, વ્યાસ અને પંડ્યાની મદદ વડે તેમણે સમગ્ર બારડોલીને નાના બવિભાગમં વહંચી દીધો અને દરેક ભાગમાં સ્વયંસેવકો ફાળવ્યા. આ સાથે સરકારી અધિકારીઓની હાલ ચાલ પર નજર રાખવા તેમણે સરકાર થી નજીક હોય તેવા ગુજરાતી કાર્યકરો પણ ગોઠવ્યા.
વલ્લભભાઈએ સૌ ખેડૂતોને અહિંસક રહેવા ખાસ ચેતવણી આપી અને સરકારી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારજો દમન કરતાં કોઈ પણ પ્રતિઘાત ન કરવા જણાવ્યું. તેમણે ખેડૂતોને ખાત્રી આપી કે માત્ર કર માફી જ નહી પણ જ્યં સુધી ખેડૂતોને તેમની જપ્ત કરેલી જમીન પાછી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
બારડોલીના ખેડૂતોને સમગ્ર ગુજરાતના સાથીઓ તરફથી ટેકો મળ્યો. ઘણાં ખેડૂતોએ તેમની મિલ્કત આદિ તેમના સગા સંબંધીઓ પાસે સંતાડી દીધી હતી. રાજ્યના અન્ય લોકો તરફથી તેમને આર્થિક મદદ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી હતી. પણ સરદાર પટેલે ગુજરાત અને બહારના અન્ય લોકો દ્વારા સાંત્વન વિરોધ શરૂ કરવાની સાફ મનાઈ કરી.
સરકરે જાહેરાત કરી કે તે આ ચળવળને દાબી દેશે. ખેડૂતોની જમ્નીન મિલ્કત જપ્ત કરવા અને ડરાવવા માટે કરવેરાના ઈન્સપેક્ટર સાથે વાયવ્ય ભરતમાંથેએ પઠાણની ટોળીઓને મોકલવામાં આવ્યાં. પઠાણો અને કલેક્ટરના માણસો લોકોના ઘરોમાં બળજબરીથી ઘૂસી જતાંઅ ને તેમની વસ્તુઓ અને ઢોર પણ લઈ જતાં.
સરકારે ખેડૂતોની જમીન અને ઘરોની લીલામી શરૂ કરી, પણ ગુજરાત કે ભારતમાંથી એક પણ માણસ તેમાં ભાગ લેવા આગળ આવ્યો નહીં. સરદાર પટેલે સ્થિતી પર નજર રાખવા દરેક ગામમાં સ્વયં સેવકો નીમ્યા હતાં. જેવા કોઈ ગામમાં અધિકારીઓ લીલામી માટે આવતાં જોતા કે સ્વયં સેવકો બ્યુગલ વગાડતા. તે સાંભળી ખેડૂતો ગામ છોડીને આસપાસના જંગલમાં સંતાઈ જતાં. અધિકારીઓને સંપૂર્ણ ગામ ખાલી મળતું. અને કયું ઘર કોની માલિકીનું છે તેની તેમને ક્યારે પણ ખબર પડતી નહીં.
તેમ છતાં મુંબઈ ના અમુક અમીર લોકો જમીન ખરીદવા માટે આવ્યાં હતાં. અને એક ગામે કર વેરો ભર્યો હોવાનું પણ નોંધાયું છે. તે ગામ સામે સંપૂર્ણ સામાજિક બહિષ્કાર શરૂ કરાયો અને તેમની સાથે લોકોએ સંબંધ તોડી નાખ્યાં.
મુંબઈ અન્મે ભારતની અન્ય સ્થળોના વિધાન મંડળો (legislative councils) ના સભ્યો ખેડૂતો પર કરાયેલ અત્યાચારને કારણે ક્રોધે ભરાયા હતાં. ભારતીય સભ્યોએ તેમના પદ પરથી રાજીનામા આપ્યાં અને ખેડૂતોને ટેકો જાહેર કર્યો. સરકારની પ્રખર નિંદા થઈ. બ્રિટિશ રાજના કાર્યાલયોએ જ પોતે સરકરનો વિરોધ કર્યો. ગાંધીજી “નવજીવન” માં લેખો લખીને દોરવણી આપતા, રવિશંકર મહારાજ, શિવાનંદજી, અમૃતલાલ વગેરેને કેદની સજા કરવામાં આવી સરકારના જુલ્મોએ માંઝામુકી ત્યારે પટેલ-તલાટીઓના રાજીનામાં પાડવા લાગ્યા. લડત ના ખર્ચને પહોચી વળવા વલ્લભભાઈએ ફાળાની ટહેલ નાખતા નાણાનો વરસાદ વરસ્યો.
અંતે ગોરી સરકાર ઝુંકી અને સરદારની મહેનત રંગ લાવી ત્યારબાદ બારડોલી ચળવળની સફળતાથી સમગ્ર દેશની સ્વતંત્રતાને લડતને નવો આવેગ મળ્યો.
  • પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર
  • સંકલન : જીગ્નેશ પટેલ – આણંદ

Related posts

વૈશ્વિક મહામારી કોરોના સામેના યુદ્ધમાં વ્યક્તિએ પોતે જ શ્રીકૃષ્ણ અને અર્જુન બનવું પડશે…!

Charotar Sandesh

તમારા અવગુણોને ગુણોમાં પરિવર્તિત કરી સાચી સમજના દિવ્ય ચક્ષુ આપનાર પરમ પિતા એટલે ‘ગુરુ’

Charotar Sandesh

ફ્રોડ મેસેજોથી સાવધાન : લાલચ આપતા આ મેસેજો ડાયરેક્ટર ડીલીટ કરો, જુઓ વિગત

Charotar Sandesh