Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ

વિશ્વના દેશોએ ન ભૂલવું જોઈએ કે ભારત પણ હવે મહાસત્તાની ટોપની હરોળમાં છે…

નેપાળ નો બદલાયેલો સુર લાગે છે “બકરી આદુ ખાતા થઈ ગઈ છે” પરંતુ વિશ્વના દેશોએ ન ભૂલવું જોઈએ કે ભારત પણ હવે મહાસત્તાની ટોપની હરોળમાં છે…

કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર વિશ્વ અનેક પરિસ્થિતિઓ સામે ઝઝુમી રહ્યું છે. આવનારા સમયમાં માં પણ અનેક મુશ્કેલીઓનો સમાનો કરવાનો છે હજુ ખબર નથી કેટલા કલાકો, દિવસો કે મહિનાઓ સુધી કોરોના સામે લડવું પડશે.
આવી વિકટ સ્થિતિમાં નેપાળને પાંખો ફૂટી હોય એવું લાગી રહ્યું છે. ભારત તિબેટ ને જોડતો ૮૦ કી.મી લંબાઈનો રોડ લીપુલેખ પાસનું ઉદઘાટન કર્યું તેના ગણતરી ના દિવસમાં જ નેપાળ આ રોડ પોતાના પ્રદેશમાંથી પસાર થાય છે એવો નકશો બનાવી નેપાળની સંસદમાં પાસ કર્યો છે. હરકત પરથી સાફ દેખાઈ આવે છે કે નેપાળની બકરી હવે આદુ ખાતી થઈ ગઈ છે અને મહાસત્તા બનાવના સ્વપ્ન દેખાતું ચીન ની સાજિસ આંખે દેખાય તેવી છે.
લીપુલેખા પાસ વચ્ચે ભારત અને નેપાળ નો જે વિવાદ વકર્યો છે તે રસ્તો હિમાલયના પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે. અત્યારે ભારત પાસે તેનું આધિપત્ય છે જે પ્રાચીન સમયમાં તીર્થયાત્રીઓ અને વેપારીઓ દ્વારા ભારત અને તિબેટના જોડતો રસ્તો હતો.
નેપાળ અને બ્રિટીશ ભારત વચ્ચે 1816માં સુગૌલીની સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત મહાકાળી નદીને બંને વચ્ચેની સીમા માનવામાં આવી હતી. નિષ્ણાતો માને છે કે ભારત-નેપાળ સરહદ વિવાદ મહાકાળી નદીના ઉત્પત્તિને લઈને છે. નેપાળ કહે છે કે નદી લિપુલેખ નજીકથી લિમ્પિયાધુરાથી નીકળે છે. અને દક્ષિણ પશ્ચિમ તરફ વહે છે. જ્યારે ભારત કાલપાનીને નદીનું ઉદ્ભવ સ્થાન માને છે. અને દક્ષિણ અને આંશિકરૂપથી પૂર્વ તરફ વહે છે. સૌગાલી સંધી મુજબ પશ્ચિમ તરફનો ભાગ ભારતનો છે જેમાં રસ્તો બનાવમાં આવ્યો છે અને કાલી નદી તરફનો પૂર્વનો ભાગ નેપાળનો છે. કૈલાસ માનસરોવર જવાનો જે રસ્તો કાચો હતો હવે તે ભારત દ્વારા પાકો બનાવમાં આવ્યો છે જેમાં મોટાભાગની યાત્રા હવે ભારતના પ્રદેશમાં થાય છે.
મહત્વની વાત એ છે કે જ્યારથી ભારત દ્વારા આ રસ્તો બનાવવાનું શરૂ કર્યું ત્યારથી ઉદઘાટન કર્યું ત્યાંસુધી કોઈએ વિરોધ નહોતો દર્શાવ્યો પરંતુ જેવું ઉદઘાટન થયું કે ભારતના લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધરા વિસ્તારનો નકશો નેપાળની સંસદમાં મૂકવામાં આવે છે તો એમાં ચીનના પેટમાં તેલ રેડાયું હોવાના સંકેત ઉજાગર થાય છે. કેમ કે ચીન જાણે છે ભારતીય સૈન્ય આ રસ્તા દ્વારા ચીનના છેવાડા સુધી પહોંચી શકે એમ છે.
બકરીનું આદુ ખાવાની હરકત ત્યારથી શરૂ થઈ છે જ્યારથી નેપાળમાં કોમ્યુનીસ્ટ પાર્ટીની સરકાર આવી છે. નેપાળ એક હિંદુ રાષ્ટ્ર છે જે વર્ષોથી ભારત સાથે મિત્રની જેમ રહ્યું છે પરંતુ ચીનીઓ વર્ષોથી નેપાળમાં કોમ્યુનીસ્ટ સરકાર રચાય તેવો પ્રયત્ન કરી રહ્યા હતા અને આ દાવમાં ચીન સફળ પણ થયું છે. એટલે હવે ચીન નેપાળને પોતાનું ધાર્યું કરાવવા માટે માંથી રહ્યું છે. ચીન પાકિસ્તાનને પણ તમામ પ્રકારની સુવિધા  અને જરૂરિયાત પૂરી કરીને ભિખારી બનાવી દીધું છે અને નામાઈ હરકત કરતાં પાકિસ્તાન ચીન નું આદિ બની ગયું છે. જેના કારણે નાપાક હરકત કરતાં પાકિસ્તાન સાથે સાથે નેપાળ દ્વારા કરવામાં આવેલી હરકત એ પણ ગભીર અને વિચારણા માંગી લે તેવો પ્રશ્ન છે.
મહાસત્તા બનાવમાં આંધળું બનેલું ચીન કોઇપણ હરકત કરી શકે એમ છે. પરંતુ ભારત એને કદી સ્વીકારશે નહિ એટલે પાકિસ્તાન, નેપાળને પોતાની તરફ ખેંચી ને જે ખેલ રમવા જઈ રહ્યું છે તે જગ જાહેર છે. વારંવાર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ અને ચીની સૈનિકો દ્વારા કરવામાં આવતી હાથ પાઈ ના કારણે ભારતને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ચીનની હરકતોએ હવે લાઈન ક્રોસ કરી લીધી છે ત્યારે વિશ્વના દેશોએ એ પણ ન ભૂલવું જોઈએ કે ભારત વર્ષોજૂની સંસ્કૃતિથી જળવાયેલો દેશ છે. તેની પોતાની એક આગવી ઓળખ છે. ભારત ધીરગંભીર છે તો હજુ તે મર્યાદામાં છે પરંતુ વારંવાર જો આવી હરકતો કરવામાં આવશે ઇતિહાસ બદલાતા સમય નહીં લાગે. ભારતમાં વર્ષોથી એક કહેવત પ્રચલિત છે ભારત ભુખા તો ભિખારી ઓર રુઠા તો રાવણ.
  • પિન્કેશ પટેલ
    “કર્મશીલ ગુજરાત”
    નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

રેકોર્ડબ્રેક : મહારાષ્ટ્રના સોલાપુરમાં ડુંગળીનો ભાવ ૨૦૦ રૂપિયાને પાર…!

Charotar Sandesh

“મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” : મહાત્મા ગાંધીએ ૯૩ વર્ષ પહેલા જાહેર સભામાં જણાવેલ…

Charotar Sandesh