મુંબઈ : દેશ સહિત વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીની ભયાનકતા, તેનાથી ટપોટપ મરતા લોકો, કોરોનાને કારણે આવી પડેલ Lockdownn, જેના કારણે લોકોને પડેલી પારાવાર પરેશાની, પગપાળા હિજરત આ દિવસો કોઈ ભૂલ્યા નથી. હવે આ Lockdowwnના વિષય પર Bollywoodના રિયલ સળગતા મુદ્દાઓ પર ફિલ્મ બનાવતા નિર્દેશક મધુર ભંડારકર ’India Lockdown’ Film લઈને આવ્યા છે.
આ ફિલ્મ સિનેમાહોલમાં નહીં, પણ ૨ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ Zee-5 પર રિલીઝ થશે
વધુમાં, આ ફિલ્મનું નિર્માણ જયંતીલાલ ગડા અને પેન સ્ટુડીયોએ કર્યું છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થયું છે. Movieમાં પ્રતીક બબ્બર લીડ રોલમાં છે, તેના સિવાય પ્રકાશ બેલાવાડી, આહનાકુમાર, શ્ર્વેતા બસુ પ્રસાદ, સઈ તામ્હણકર મહત્વના રોલમાં આ Filmમાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું મોટાભાગનું શુટીંગ Lockdown દરમિયાન જ થયું હતું. ફિલ્મનું શુટીંગ પણ મુંબઈ અને મુંબઈ આસપાસના વિસ્તારોમાં થયું હતું.
Other News : ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપના નાકમાં દમ કરી દીધો છે : શિવસેના