Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલીને પેવેલિયનમાં જતી વખતે દર્શકોએ તેને ગુડબાય કહીને ચીડવ્યો

કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં

હેડિંગ્લ : કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારીને ૨૧ મહિના થઈ ગયા છે. તેણે નવેમ્બર ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે ડે-નાઇટ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતામાં ૧૩૬ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્યારથી લઈને અત્યારસુધીમાં કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ૧૭ ફિફ્ટી ફટકારી છે, પરંતુ કોઈ મોટી ઇનિંગ જોવા મળી નથી. કેટલાક દર્શકો વિરાટને ગુડબાય કહીને ચીડવતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સત્તાવાર ફેન ગ્રુપ બાર્મી આર્મ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

એ વીડિયોમાં દેખાય છે કે કોહલીના પેવેલિયન પરત ફરતી વખતે ઈંગ્લેન્ડના દર્શકો તેને બાય-બાય કહી રહ્યા છે

શૂન્ય પર આઉટ થયા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર ૭ રન જ બનાવી શક્યો હતો. તેને જેમ્સ એન્ડરસને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કોહલીનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છેલ્લા ૫૦ દાવમાં એકપણ સદી ફટકારી નથી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં ૧૮ રન બનાવ્યા, વનડેમાં ૧૫ અને ટી-૨૦ માં ૧૭ ઇનિંગ્ઝ રમી હતી.

ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં કોહલીએ ૪ ઇનિંગ્ઝમાં ૧૭.૨૫ની સરેરાશથી માત્ર ૬૯ રન બનાવ્યા છે.એન્ડરસને ટેસ્ટમાં ૭મી વખત કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. આઉટ કર્યા પછી એન્ડરસન પણ ઉત્સાહિત દેખાયો હતો અને ખૂબ આક્રમક રીતે જુસ્સામાં દેખાયો. હકીકતમાં છેલ્લી ટેસ્ટમાં કોહલી અને એન્ડરસન વચ્ચે ઘણો વિવાદ થયો હતો. ભારતીય કેપ્ટન આઉટ થવા દરમિયાન ઇંગ્લિશ ખેલાડી એટલો ખુશ થયો કે તેમણે શરમજનક કૃત્ય પણ કર્યું હતું.

Other News : બે વર્ષથી ઘરે ગઈ નથી, હવે મેડલ સાથે માતાને મળીશ : શૈલી

Related posts

કે એલ રાહુલ આઈપીએલ ૨૦૨૨ પહેલા પંજાબ કિંગ્સથી અલગ થઈ શકે છે

Charotar Sandesh

બીજી ટેસ્ટ પહેલા બીસીસીઆઈએ ચાહકો સ્ટેડિયમ પરત ફરતા હોય તેવો વિડિયો કર્યો શેર…

Charotar Sandesh

IPLના માળખામાં ફેરફાર કરવાની BCCIની વિચારણા મંજુર નથી : કેકેઆરના સીઇઓ

Charotar Sandesh