Anand : આજથી શુક્રવારથી રાજ્યમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે ઠેર-ઠેર શિવમંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે તેમજ ભક્તો દ્વારા શ્રદ્ધાપુર્વક પુજા-અર્ચના કરવામાં આવશે.
સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે
બીજી તરફ શ્રાવણ માસનાં પહેલા દિવસે દ્વારકા તાલુકાના સ્થાનિક ૪૨ ગામોના શિવ ભક્તો તથા દ્વારકા આવતા પ્રવાસીઓનો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આખો દિવસ ભક્તોનો જમાવડો રહેશે. તેમજ ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી અને મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવને દુધાભિષેક, જળાભિષેક સહિત અનેક પૂજન અર્ચન કરી અને વિશ્વશાંતી મળે તેવી પ્રાર્થના સાથે ભગવાન સર્વેના મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભગવાન નાગેશ્વરને રીઝવશે.
Other News : પશુપાલકો ચિંતામાં : સૌરાષ્ટ્ર-કચ્છ બાદ મધ્ય ગુજરાતના આ શહેરમાં થઈ લમ્પી વાઈરસની એન્ટ્રી