અમદાવાદ : કોરોનાકાળમાં મૃત્યુ પામેલ દર્દીઓના પરિવારજનોને સહાય આપવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જેમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, “અમે નિર્દેશ આપ્યો છે કે, કોવિડ પીડિતોના તમામ પરિવારોની વિગતો એકત્રિત કરવામાં આવે અને તેમને ફોર્મ ભરવા અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવે, જેથી તેઓને આગામી ૧૦ દિવસમાં ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવી શકાય.”
રાજ્ય વહીવટી તંત્રે જણાવ્યું હતું કે, મામલતદાર કચેરીઓ ફોર્મ એકત્ર કરવા અને ચૂકવણી માટે માહિતી એકત્ર કરવાની દેખરેખ રાખશે. જેમની પાસે મૃત્યુના કારણ તરીકે કોવિડ ૧૯નો ઉલ્લેખ કરતા મૃત્યુ પ્રમાણપત્રો છે અને જ્યાં ૩૦ દિવસના પોઝિટિવ RT PCR, RAT અથવા મોલેક્યુલર ટેસ્ટ સાથે મૃત્યુ થયા છે, તેમને વળતર ચૂકવવામાં આવશે.
જો અરજદાર પાસે મૃત્યુ પ્રમાણપત્ર અથવા RT PCR રિપોર્ટ ન હોય તો શું?
ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર તરફથી એક સંદેશાવ્યવહાર કહે છે કે, વ્યક્તિએ કલેક્ટર કચેરી ખાતેના જિલ્લા કટોકટી પ્રતિભાવ કેન્દ્ર અનુસાર અરજી આપવી પડશે. ઇસનપુરની રહેવાસી એક બહેન કે જેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં કતારમાં ઉભેલા સંબંધીઓમાં શામેલ હતા. “અમને અમારા સંબંધીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારે પહેલા હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર મેળવવું પડશે અને પછી તેને અન્ય દસ્તાવેજો સાથે મામલતદારની ઑફિસમાં સબમિટ કરવું પડશે. વેરિફિકેશન બાદ અમને રૂપિયા ૫૦,૦૦૦ મળશે”.
તેણીએ કહ્યું કે, “મારા પતિના મૃત્યુ બાદ, હું મારું ઘર ચલાવવા અને મારા બે શાળાએ જતા બાળકોને ઉછેરવા માટે ઘરેલું કામ કરી રહી છું. આ પૈસા અમને મદદ કરશે.” જ્યારે રાજ્ય સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે, કોવિડ ૧૯ પીડિતોના સંબંધીઓ માટે પ્રક્રિયા સરળ છે, ત્યારે ઘણા અમદાવાદીઓએ રૂપિયા ૫૦,૦૦૦ વળતર મેળવવા માટે સબમિટ કરવાના જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે પરસેવો પાડી રહ્યા છે.
Other News : ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ વિભાગને ટકોર : ટ્રાફિક નિયમ તોડતા લોકો રીઢા ગુનેગાર નથી, વ્યવહાર સારો રાખો