Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

RRSA INDIA દ્વારા જીવદયાને અનુલક્ષીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

જીવદયા પ્રેમી

આણંદ : લોકો જેટલા બને તેટલા ચામડાની જ્ગ્યા એ તેના વિકલ્પોનો ઉપયોગ કરે તે હેતુથી આણંદ શહેરના ટાઉન હોલ પાસે ગઇકાલે એટ્લે કે તારીખ 12 ડિસેમ્બર રવિવાર ના રોજ સાંજે 4 વાગ્યે RRSA INDIA દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓએ હાજરી આપેલ હતી

પહેલાના સમયમાં ચામડાના ખાલી અને ખાલી બુટ-ચપ્પલ બનવા પામતા હતા જે ચામડું મરેલા પ્રાણીઓમાંથી લેવામાં આવતું હતું, પરંતુ હાલમાં ચામડા માં થી પાકીટ, પર્સ, પટ્ટા જેકેટ, સીટ કવર, હેન્ડગ્લોવસ, ઘડિયાળ ના પટ્ટા જેવી અસંખ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે, જેનો સીધો મતલબ એ છે કે ડિમાંડ વધવાથી હવે મરેલા પ્રાણીઓમાં થી નહીં પરતું ચામડું લેવા પ્રાણીઓને મારવામાં આવે છે, ભારત જીવદયાના ક્ષેત્રમાં ઘણું આગળ છે તેમ છતાં વિશ્વમાં ચામડાના પ્રોડક્શનમાં ભારત બીજા નંબર પર આવે છે જે એક દુઃખદ વાત છે.

સંસ્થાના સ્વએંસેવકો એ ગાયનો પરિધાન અને શીંગડા ધારણ કરીને તદ્દન આકર્ષક રીતે લોકોને અપીલ કરેલ કે ચામડાની જ્ગ્યા એ લોકો ચામડાના વિકલ્પની પસંદગી કરીને મૂંગા જીવો પ્રત્યે દયાભાવના દાખવે.આ અંતર્ગત ઘણી મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ લીધેલ કે તેઓ શોખ માટે કરી રહેલ ચામડાનો વપરાશને ટાળશે.

  • Ketul Patel, Anand

Other News : આણંદ ગ્રામ પંચાયતમાં ૩થી વધુ વાહનો લઈને ચુંટણીના પ્રચાર નહીં કરી શકાય : જિલ્લા કલેકટર

Related posts

ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો

Charotar Sandesh

રાષ્‍ટ્રએ ૧૦૦ કરોડ રસીકરણની સિધ્‍ધિ હાંસલ કરતાં આણંદ સિવિલ હોસ્‍પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

વાસદ-આસોદર રોડ પર સુંદણ પાટીયા નજીક બે કારચાલકો વચ્ચે અકસ્માત : એકનું કરૂણ મોત…

Charotar Sandesh