Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિદ્યાનગરમાં રાત્રીના ૧૧ વાગ્યા પછી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ

વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા

આણંદ : જિલ્લાની વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં વિસ્તૃત શૈક્ષણિક સંસ્થાઓ હોવાથી વિદ્યાર્થીઓની અવરજવર રહે છે તેમજ હોટલની સંખ્યા ઘણી વધુ છે, જેના કારણે રહેણાંક તેમજ બજાર વિસ્તાર જેવા કે નાના બજાર, મોટા બજાર, યુનિવર્સિટી વિસ્તાર તેમજ અન્ય રહેણાંક વિસ્તારોમાં લારી / ગલ્લા તેમજ નાની મોટી હોટલ – રેસ્ટોરન્ટ તેમજ ચાની લારીઓ જેવા વેચાણ કેન્દ્ર ઉપર લોકોનો ઘસારો રહેતો હોય છે.

તાજેતરમાં બનતા બનાવોને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા રાત્રીના સમયે મુખ્ય બજારો તેમજ ખાણીપીણીની દુકાનો બંધ કરવી જરૂરી હોય આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે એક જાહેરનામા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકામાં રાત્રિના ૧૧-૦૦ વાગ્યા પછી મુખ્ય બજારો તેમજ પાણીની દુકાનો બંધ કરવા હુકમ ફરમાવેલ છે.

આ જાહેરનામું મેડિકલ સ્ટોર, દવાખાનુ / હોસ્પિટલને લાગુ પડશે નહીં

આ જાહેરનામું અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.

Other News : આખરે આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલ માટે નવી જગ્યા ફાળવાઈ : રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, જુઓ

Related posts

આણંદના ખેડૂતે કેળાની ખેતીમાં કરી કમાલ અને મેળવી લાખોની આવક, જુઓ…

Charotar Sandesh

પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત આણંદ-ચિખોદરા રોડ પર આવેલ કાંસની અર્થવિહીન સાફ-સફાઈ કરાતાં રોષ…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાયું…

Charotar Sandesh